• સોમવાર, 10 નવેમ્બર, 2025

પંતની 90 રનની કેપ્ટન ઇનિંગથી દ. આફ્રિકા સામે ઈન્ડિયા અ ટીમનો વિજય

બેંગ્લુરુ, તા.2: કપ્તાન ઋષભ પંતની 90 રનની લડાયક ઇનિંગ અને નીચેના ક્રમના બેટધરોના ઉપયોગી યોગદાનની મદદથી દ. આફ્રિકા એ સામેના પ્રથમ ચાર દિવસીય મેચમાં ઇન્ડિયા એ ટીમનો 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો. બે મેચની શ્રેણીમાં ઇન્ડિયા એ ટીમ 1-0થી આગળ થઇ છે. ઇન્ડિયા એ ટીમ સામે 27પ રનનું વિજય લક્ષ્ય હતું. જે આજે મેચના ચોથા દિવસે 73.1 ઓવરમાં 7 વિકેટે 277 રન કરી હાંસલ કરી લીધું હતું. લગભગ ત્રણ મહિના પછી મેદાનમાં વાપસી કરનાર વિકેટકીપર ઋષભ પંતે 113 દડામાં 11 ચોક્કા અને 4 છક્કાથી 90 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. આયુષ બડોનીએ 34 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતને જીત માટે અંતિમ દિવસે 166 રનની જરૂર હતી અને 6 વિકેટ હાથમાં હતી. પંતના સાથમાં બદોનીએ 34, તનુષ કોટિયાને 23, માનવ સુથાને અણનમ 20 અને અંશુલ કમ્બોજે અણનમ 37 રનની ઈનિંગ રમી દ. આફ્રિકા સામે ભારત એ ટીમને જીત અપાવી હતી.

આ મેચમાં ભારત આફ્રિકા એ ટીમના પહેલા દાવમાં 309 અને બીજા દાવમાં 199 રન થયા હતા. ભારત એ ટીમના પહેલા દાવમાં 234 અને બીજા દાવમાં 7 વિકેટે 277 રન થયા હતા. બીજો મેચ ગુરુવારથી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025