• સોમવાર, 10 નવેમ્બર, 2025

આફ્રિકા સામે પાક.નો 2-1થી શ્રેણી વિજય અંતિમ T-20 મેચમાં 4 વિકેટે વિજય

લાહોર, તા.2: અનુભવી મીડલ ઓર્ડર બેટર બાબર આઝમના કેરિયરની 37મી અર્ધસદીની મદદથી પાકિસ્તાને ત્રીજા અને અંતિમ ટી-20 મેચમાં દ. આફ્રિકાને 4 વિકેટે હાર આપી શ્રેણી પોતાના નામે કરી હતી. બાબરે 46 દડામાં 9 ચોકકાથી 68 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આથી 19 ઓવરમાં 6 વિકેટે 140 રન કરી પાકિસ્તાને જીત મેળવી હતી. આ પહેલા આફ્રિકાએ 20 ઓવરમાં 9 વિકેટે 139 રનનો સામાન્ય સ્કોર બનાવ્યો હતો.  પાક. તરફથી સલમાન આગાએ 33 રન કર્યાં હતા. પાકિસ્તાને આખરી ઓવરોમાં 14 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ છતાં જીત મેળવી હતી. આફ્રિકા તરફથી રીઝા હેંડ્રિકસે સર્વાધિક 34 રન કર્યાં હતા. શાહિન અફ્રિદીએ 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025