આફ્રિકી કપ્તાન લોરા ક્રિઝ પર હતી ત્યાં સુધી મુકાબલો બરાબરી પર હતો
નવી
મુંબઇ, તા.3: વિશ્વ વિજેતા બન્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રિત
કૌર ટ્રોફી સાથે ચહેરા પર સ્મિત સાથે પત્રકાર પરિષદમાં પહોંચી હતી. આ વખતે તેની માટે
માહોલ સપનું સાકાર થયાનું હતું. તે વારંવાર એક શબ્દ ઉચ્ચારી રહી હતી તે શબ્દ હતો-આત્મવિશ્વાસ.
કપ્તાન હરમનપ્રિત કૌરે વિશ્વ વિજેતા બનવાનો શ્રેય પૂરી ટીમને આપ્યો હતો.
લાંબા
સમયે ટ્રોફી જીતવાનો અહેસાસ કેવો છે તેવા સવાલ પર હરમનપ્રિતે જણાવ્યું કે આ સમયે કાંઇ
કહેવાની સ્થિતિમાં નથી. ફક્ત મારી ભાવનાઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહી છું. બસ એટલું
જ કહીશ કે ટીમે ઘણા ઉતાર-ચડાવ જોયા પણ ખુદ પર વિશ્વાસ હતો. મેં પહેલા દિવસથી કહ્યંy
હતું કે અમારું ધ્યાન ફક્ત લક્ષ્ય પર છે. ફાઇનલમાં અમે પહેલા દડાથી જ જીતનો આત્મવિશ્વાસ
ધરાવતા હતા. તેનું કારણ અમે પાછલા ત્રણ મેચમાં જે રીતે રમ્યા એથી ખુદ પર વિશ્વાસ હતો.
અમારે સારી શરૂઆતની જરૂર હતી. જેનો શ્રેય સ્મૃતિ અને શેફાલીને મળે છે. તેમણે 10 ઓવર
બેટિંગ કરી અને 100 ઉપરની ભાગીદારી બનાવી.
ટૂર્નામેન્ટમાં
ભારતીય કપ્તાન હરમનપ્રિત 10માંથી ફક્ત એક જ ટોસ જીતી હતી. ફાઇનલમાં પણ ટોસ હારી હતી.
જે વિશે હસતા હસતા હરમને કહ્યંy કે પહેલા દિવસથી અમને વિશ્વાસ હતો કે આ બધું મહત્ત્વનું
નથી. જો અમે ટોસ જીત્યા હોત તો બેટિંગ જ કરવાના હતા.
હરમનપ્રિતે
સ્વીકાર્યું કે જ્યાં સુધી આફ્રિકી કપ્તાન લોરા ક્રિઝ પર હતી ત્યાં સુધી મુકાબલો બરાબરી
પર હતો. મેચની એ ક્ષણો શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. આ તકે હરમનપ્રિતે ભારતીય ટીમની
પૂર્વ કપ્તાન ઝુલન ગોસ્વામી, મિતાલી રાજ અને અંજુમ ચોપરાના સમર્થનનો આભાર માન્યો હતો.
હરમને જણાવ્યું જ્યારે પ્રતિકા ઇજાગ્રસ્ત થઇ ત્યારે દરેક ખેલાડી ડ્રેસિંગ રૂમમાં રડતી
હતી પણ બધાનું લક્ષ્ય ટ્રોફી હતું અને મહેનત માટે તૈયાર હતી.
ફાઇનલમાં
ગેમ ચેન્જર બનેલ શેફાલી વિશે હરમને કહ્યંy કે આજે તેનો દિવસ હતો. તેણે શાનદાર બેટિંગ
કરી હતી. મને ખબર હતી કે તે આજે ફોર્મમાં છે. મારું માનવું છે કે શેફાલીની બોલિંગ ટર્નિંગ
પોઇન્ટ રહી.
દ.
આફ્રિકી ટીમની પ્રશંસામાં ભારતીય સુકાનીએ જણાવ્યું કે તેઓએ શાનદાર ટક્કર આપી પરંતુ
અંતિમ ક્ષણોમાં તેઓ પેનિકમાં આવી ગયા. અમે ત્યાંથી મેચ પર પકડ બનાવી.