નવી મુંબઇ, તા.3: લગભગ પાંચ દશકના ઇંતઝાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વિશ્વ કપ જીતી છે. જેનો જશ્ન પૂરો દેશ મનાવી રહ્યો છે પરંતુ મેદાન પર એક ઇન્સાની આંખમાં આંસુ, ચહેરા પર મુસ્કરાહની સાથોસાથ સંતોષના ભાવ જોવા મળતા હતા. જાણે એમ લાગી રહ્યંy હતું કે તેના જૂના અરમાનો હવે સાકાર થઇ રહ્યા છે. આ ઇન્સાન એટલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ અમોલ મજૂમદાર. ઘરેલુ ક્રિકેટમાં 10 સીઝન અને 11000થી વધુ રન કરવા છતાં ભારતની જર્સી પહેરવાનું સપનું ક્યારે પણ સાકાર થયું નહીં. એક ખેલાડી તરીકે દિલ તૂટી ગયું, પણ કોચ તરીકે તેની મહિલા ટીમની આ સફળતાથી તેઓ જૂની બધી કડવી યાદો ભુલી ગયા.
વિશ્વ
વિજેતા બન્યા પછી કપ્તાન હરમનપ્રિત કૌરે જ્યારે ગુરુ અમોલ મજૂમદારના પગે લાગી અને પછી
ગળે વળગી રડી પડી તો ટીવી પર આ દૃશ્ય જોઇ રહેલ દર્શક ભાવુક બની ગયો. કોચ મજૂમદારની
કહાની શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઇન્ડિયાના કોચ કબીરખાનની યાદ અપાવે તેવી છે. કોચ મજૂમદારે
ફાઇનલની જીત બાદ કહ્યંy કે મેં તમને કહ્યંy હતું કે ક્યારે પણ હાર માનતા નહીં. તમે કોઇ પણ બાધા પાર કરી શકો છો તેવો આત્મવિશ્વાસ
રાખજો.
હરમનપ્રિતે
પણ કહ્યંy કે પાછલા અઢી વર્ષમાં અમારા પર સરનો ઘણો પ્રભાવ રહ્યો. તેમના આવવાથી અમે
સ્થિર થયા. તેમણે અમારી પાછળ દિવસ-રાત મહેનત કરી.