નવી દિલ્હી તા.3: દ. આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારી અર્થે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાંથી રીલિઝ કરાયો છે. તે આવતીકાલે ભારત પરત ફરશે. કુલદીપ યાદવ આફ્રિકા એ ટીમ સામેના 6 નવેમ્બરથી બેંગ્લુરુમાં શરૂ થતાં ચાર દિવસીય મેચમાં ભારત એ ટીમ તરફથી રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ત્રણ સ્પિનર અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને વરૂણ ચક્રવર્તી સામેલ હોવાથી કુલદીપ યાદવના સ્થાને અંતિમ બે મેચ માટે અન્ય કોઇ ખેલાડીઓ ભારતીય ટીમમાં સમાવેશ કરાયો નથી.