નવી દિલ્હી તા.4: વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ બુધવારે શુભેચ્છા મુલાકાત કરશે.
વડાપ્રધાન
નિવાસસ્થાને આ માટે રાત્રીભોજનું આયોજન કરાયું છે. ભારતીય મહિલા ટીમ રવિવારે રાત્રે
ફાઇનલમાં દ. આફ્રિકાને બાવન રને હાર આપીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. હરમનપ્રિત કૌરની
આગેવાનીમાં ભારતીય મહિલા ટીમ આજે સાંજે મુંબઇથી દિલ્હી જવા રવાના થઇ હતી. આ સમયે ઓલરાઉન્ડર
દીપ્તિ શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીજીને ભેટમાં શું આપવું તે હજુ નક્કી કર્યું
નથી. જલ્દથી ભેટ પસંદ કરશું. એવું માનવામાં આવે છે કે મહિલા ખેલાડીઓ તેમના હસ્તાક્ષર
સાથેનું બેટ અને જર્સી પીએમ મોદીને ભેટ કરશે. ભારતીય મહિલા ટીમ દિલ્હીની સફર દરમિયાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી
શકે
છે.
આ પહેલાં
ભારતીય પુરૂષ ટીમ જ્યારે ટી-20 વિશ્વકપ વિજેતા બની હતી ત્યારે પણ વડાપ્રધાન મોદીએ વિજેતા
ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે પણ વડાપ્રધાન
મોદી તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને તેમના અનુભવો જાણ્યા હતા.