• સોમવાર, 10 નવેમ્બર, 2025

રાઇજિંગ સ્ટાર્સ એશિયા કપની ભારતીય ટીમનું સુકાન જિતેશ શર્માને સોંપાયું 14 વર્ષીય IPL સ્ટાર વૈભવ સૂર્યવંશી સામેલ : ભારત-પાક. વચ્ચે 16મીએ ટક્કર

મુંબઇ, તા.4: રાઇજિંગ સ્ટાર્સ એશિયા કપની ભારત એ ટીમનું સુકાન વિકેટકીપર જિતેશ શર્માને સોંપવામાં આવ્યું છે. જિતેશ હાલ ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ ટૂર્નામેન્ટનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ કરે છે. સપ્ટેમ્બરમાં સિનિયર ટીમો વચ્ચે એશિયા કપ રમાયો હતો. હવે એ ટીમો વચ્ચે આ ટી-20 ટૂર્નામેન્ટ રમાશે. જેને મીનિ એશિયા કપ પણ કહેવામાં આવે છે. એશિયા કપમાં ભારત ફાઇનલમાં પાકિસ્તાનને હાર આપી ચેમ્પિયન બન્યું હતું. જેની ટ્રોફી હજુ ભારતને મળી નથી. એશિયા કપ વચ્ચે ભારત-પાકિસ્તાન ટીમ વચ્ચે સારો તણાવ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ પાક. ટીમ સાથે હાથ મિલાવ્યા ન હતા.

રાઇજિંગ સ્ટાર્સ એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન દોહા ખાતે 14થી 23 નવેમ્બર દરમિયાન થયું છે. ભારતની એ ટીમમાં 14 વર્ષીય આઇપીએલ સ્ટાર વૈભવ સૂર્યવંશી પસંદ થયો છે. આઇપીએલમાં સારો દેખાવ કરનાર આશુતોષ શર્મા, નેહલ વઢેરા, પ્રિયાંશ આર્ય સહિતના ખેલાડીઓ પસંદ થયા છે.

આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન એ ટીમ વચ્ચેનો મેચ તા. 16 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર 8 ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ એમાં અફઘાનિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા અને હોંગકોંગ છે. જ્યારે ગ્રુપ બીમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઇ છે.

ભારતીય એ ટીમ: જિતેશ શર્મા (કેપ્ટન-વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર, સુર્યાંશ શેડગે, રમનદીપ સિંઘ, હર્ષ દૂબે, આશુતોષ શર્મા, યશ ઠાકુર, ગુરજનપ્રિત સિંઘ, વિજયકુમાર વૈશાખ, યુદ્ધવીર સિંહ, અભિષેક પેરોલ અને સુયશ શર્મા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025