નવી દિલ્હી તા.4: એશિયા કપ ટ્રોફીનો વિવાદ ફરી ચર્ચામાં છે. બીસીસીઆઇના અધિકારીઓ દુબઇમાં યોજાનાર આઇસીસીની બેઠકમાં ઉઠાવવા તૈયાર છે. પરંતુ પાકિસ્તાન તરફથી નવી નાટકબાજી શરૂ થયાના રિપોર્ટ છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન મોહસિન નકવી આઇસીસીની બોર્ડ મીટિંગમાં સામેલ થશે નહીં. આઇસીસીની ચાર દિવસીય બેઠકનો આજથી પ્રારંભ થઇ ગયો છે. સદસ્ય દેશોના ઉચ્ચ પદાધિકારીઓ વચ્ચેની બેઠક આવતીકાલથી શરૂ થશે. એશિયા કપ ટ્રોફીનો મુદો આ બેઠકમાં ઉભો થવાનો હોવાથી પીસીબી ચેરમેન નકવીએ બેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું હોવાનું જાણવા મળે છે. તેના સ્થાને પીસીબીના અન્ય એક અધિકારી સુમૈર સૈયદ ઉપસ્થિત રહેશે. એશિયા કપ ટ્રોફી હાલ દુબઇમાં એશિયન કાઉન્સિલની ઓફિસમાં છે.