• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

વિશ્વ વિજેતા ટીમ તરફથી મોદીને ટીમ ઈન્ડિયા જર્સી ભેટ

વિશ્વ કપ જીતી ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઇ હતી. પીએમ મોદીને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ કરાઇ હતી. જેમાં તમામ ખેલાડીઓના હસ્તાક્ષર છે. વડાપ્રધાન નિવાસસ્થાને આજે સાંજે યોજાયેલી આ મુલાકાત દરમિયાન બીસીસીઆઇના નવા ચેરમેન મિથુન મન્હાસ અને મહિલા ટીમના કોચ અમોલ મજૂમદાર ઉપસ્થિત રહ્યા હતા. ઇજાને લીધે વિશ્વ કપના સેમિ અને ફાઇનલની બહાર થનાર પ્રતિકા રાવલ વ્હીલચેરમાં આવી હતી. વડાપ્રધાન મોદીએ વિશ્વ વિજેતા ખેલાડીઓ સાથે ગોષ્ઠી પણ કરી હતી અને રાત્રી ભોજનું પણ આયોજન થયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક