• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

આકાશ ચૌધરીના 8 દડામાં 8 છક્કા અને 11 દડામાં અર્ધસદીનો વિશ્વ વિક્રમ 6 છક્કા એક ઓવરમાં જ માર્યા : રણજી ટ્રોફી મેચમાં મેઘાલયના ખેલાડીનું પરાક્રમ

સુરત, તા.9: ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં નવો કીર્તિમાન રચાયો છે. મેઘાલય ટીમના ખેલાડી આકાશકુમાર ચૌધરીએ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રુપના મેચમાં અરુણાચલ પ્રદેશ સામે ફકત 11 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 8 દડામાં 8 છક્કા પણ ફટકારી ઇતિહાસ રચ્યો હતો. જેમાંના 6 છક્કા એક જ ઓવરમાં હતા. 2પ વર્ષીય આકાશ ચૌધરી ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદીનો વિશ્વ વિક્રમ બનાવ્યો છે.  તેણે ઇંગ્લેન્ડના વેન વ્હાઇટ દ્વારા 12 દડામાં બનાવેલ પાછલો રેકોર્ડ તોડયો છે. જેણે 2012માં લીસેસ્ટરશાયર તરફથી આ રેકોર્ડ બનાવ્યો હતો.

આકાશ ચૌધરી 8 નંબર પર બેટિંગ પર આવ્યો હતો. ત્યારે મેઘાલય ટીમ 6 વિકેટે પ76 રન કરી ચૂકી હતી. આકાશે આવતાની સાથે જ આતશી બેટિંગ કરી હતી. તેણે ઉપરાઉપરી 8 છક્કા ફટકાર્યા હતા. જેમાં 6 છક્કા એક જ ઓવરમાં હતા. તેણે 11 દડામાં પ0 રન પૂરા કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે અરૂણાચલ પ્રદેશ ટીમના બોલર લીમર ડાબીની એક ઓવરમાં 6 છક્કા ફટકાર્યા હતા. મેઘાલયે 6 વિકેટે 628 રને દાવ ડિકલેર કાર્યો હતો. આકાશ 14 દડામાં પ0 રને નોટઆઉટ રહ્યો હતો.

રણજી ટ્રોફીમાં આ પહેલા 1984-8પમાં મુંબઇ તરફથી રવિ શાત્રીએ વડોદરાના બોલર તિલક રાજની એક ઓવરમાં 6 છક્કા ફટકાર્યાં હતા. હવે આકાશે રણજી ટ્રોફીમાં આ પરાક્રમ કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક