• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

નંબર વન સબાલેંકાને હાર આપી રાયબાકિના WTAએ ફાઇનલ્સ ચેમ્પિયન મહિલા ટેનિસ ઇતિહાસની સૌથી મોટી ઇનામી રાશી જીતી

રિયાદ (સાઉદી અરબ), તા.9: વિશ્વ નંબર વન બેલારૂસની એલિના સબાલેંકાને ફાઇનલમાં સનસનીખેજ હાર આપીને કઝાકિસ્તાનની ખેલાડી અલેના રાયબાકિના ડબ્લ્યૂટીએ ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. 26 વર્ષીય રાયબાકિનાએ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યો ન હતો અને મહિલા ટેનિસ ઇતિહાસની સૌથી મોટી ઇનામી રાશી પ.23 મિલિયન ડોલર સાથે ટ્રોફી કબજે કરી હતી. ફાઇનલમાં તેણીઓ સબાલેંકા વિરુદ્ધ 6-3 અને 7-6થી શાનદાર વિજય થયો હતો. રાયબાકિનાએ આ ટૂર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરીને ઇગા સ્વિયાતેક, અમાંડા અનિસિમોવા અને જેસિકા પોગુલા જેવી દિગ્ગજ ખેલાડીઓની હાર આપી હતી. ડબ્લ્યૂટીએ ફાઇનલ્સની હાર છતાં સબાલેંકા નંબર વન પર રહી વર્ષ 202પનો અંત કરશે. જયારે વિજેતા અલેના રાયબાકિના પાંચમા ક્રમે રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક