• બુધવાર, 12 નવેમ્બર, 2025

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા

નવી દિલ્હી તા.9: બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કોઇ પણ મુકાબલો હાઇ વોલ્ટેજ હોય છે. પછી તે એશિયા કપ હોય કે વિશ્વ કપ હોય. જો કે 2028ના લોસ એન્જિલસ ઓલિમ્પિકના ક્રિકેટની રમતમાં ભારત-પાકિસ્તાનની ટક્કર લગભગ જોવા મળશે નહીં. જેનું કારણ આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ છે. જેના લીધે પાક. ક્રિકેટ ટીમ માટે ઓલિમ્પિક પ્રવેશ ઘણો કઠિન છે.

આઇસીસીએ સ્પષ્ટ કર્યું છે કે 2028ના ઓલિમ્પિકમાં મહિલા અને પુરુષ વિભાગની 6-6 ટીમ હિસ્સો લેશે. ટીમ પસંદગી ક્રમાંક આધારે નહીં, પણ મહાદ્વીપ આધારે થશે. પ્રત્યેક ખંડમાંથી એક-એક ટીમ પસંદ થશે. છઠ્ઠી ટીમ ગ્લોબલ કવોલીફાયર હશે.

આ નિયમને લીધે એશિયા ખંડમાંથી ભારતીય ટીમ પસંદ થવી નિશ્ચિત સમાન છે. કારણ કે તે હાલ ટી-20ની નંબર વન ટીમ છે. આથી પાક. ટીમને જગ્યા મળશે નહીં. આઇસીસી એશિયા ખંડમાંથી બે ટીમને અનુમતિ આપી શકશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક