• બુધવાર, 12 નવેમ્બર, 2025

સેમસનના બદલે CSK જાડેજા અને કરનને RRને આપવા તૈયાર

IPL ઇતિહાસની હાઇપ્રોફાઇલ ડીલ થશે : રાજસ્થાન રોયલ્સને શ્રીલંકન બોલર પથિરાના પણ જોઇએ છે

નવી દિલ્હી, તા.10: આઇપીએલ ઇતિહાસની સૌથી હાઇપ્રોફાઇલ ડીલ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થઇ શકે છે. બન્ને ફ્રેંચાઈઝી વચ્ચે સ્વેપ ડીલ થઇ શકે છે. જે અનુસાર સંજૂ સેમસનના બદલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સને આપશે. જો કે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે રાજસ્થાન રોયલ્સે સેમ કરન નહીં શ્રીલંકાના ઝડપી બોલર મહિશ પથિરાનાની ડિમાન્ડ કરી છે. જેના માટે સીએસકે ફ્રેંચાઇઝી તૈયાર નથી.

રિપોર્ટ અનુસાર સંજૂ સેમસન, રવીન્દ્ર જાડેજા અને સેમ કરન સાથે તેમની ફ્રેંચાઇઝીએ વાતચીત કરી લીધી છે. આ ત્રણેય ખેલાડીઓએ સહમતિ આપી દીધી છે. રાજસ્થાન રોયલ્સે તેમના કપ્તાન સંજૂ સેમસનના બદલે એક ભારતીય સ્પિનરની ડિમાન્ડ કરી હતી અને તે માટે તેમની પસંદ રવીન્દ્ર જાડેજા હતી. જે ચેન્નાઇ સુપર કિંગ્સે સ્વીકારી લીધી છે. આ ઉપરાંત સેમ કરનને પણ આપવા રાજી થયું છે.

આ ડિલ ફાઇનલ કરતા અગાઉ સીએસકે ફ્રેંચાઈઝીના ટોચના અધિકારીઓ, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ જાડેજા અને કરન સાથે વાતચીત કરી હતી. ધોની ખાસ કરીને જૂના સાથીદાર રવીન્દ્ર જાડેજાની રૂચિ જાણવા માગતો હતો. એવું પણ જાણવા મળે છે કે રાજસ્થાન રોયલ્સ સીએસકે પાસે ડિલમાં શિવમ દૂબેને લેવા પણ તૈયાર છે.

સંજૂ સેમસન આરઆરનો 11 સીઝન સુધી હિસ્સો રહ્યો છે જ્યારે રવીન્દ્ર જાડેજા 2016 અને 2017ને છોડી 2012થી સીએસકે ટીમનો હિસ્સો છે. તે આઇપીએલની પહેલી સીઝનમાં આરઆર તરફથી રમી ચૂકયો છે. જાડેજાને સીએસકેએ 18 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. હવે આરઆર તરફથી તેનો કરાર શું હશે તેની વિગતો હવે પછી બહાર આવશે.

જાડેજા અને પથિરાના ઇંસ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સીએસકે અને આરઆર વચ્ચેની ટ્રેડ ડીલથી નાખુશ હોય તેવું લાગી રહ્યંy છે કારણ કે તેણે સોશિયલ મીડિયાનું પોતાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવ કરી દીધું છે. તેની સાથે શ્રીલંકન બોલર પથિરાના પણ અચાનક ઇંસ્ટાગ્રામ પરથી ગાયબ થઇ છે. આથી ચાહકોનું માનવું છે કે સીએસકેની અંદર માહોલ ગરમ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક