અભિષેક, તિલક, ઇશાન, ઋતુરાજ અને અર્શદીપ જેવા સ્ટાર ખેલાડીઓની રમત જોવા મળશે
રાજકોટ,
તા. 10: રમતપ્રેમી રાજકોટના આંગણે ભારત એ અને દ. આફ્રિકા એ ટીમ વચ્ચેની 3 મેચની બિન
સત્તાવાર વન ડે શ્રેણીનો ગુરુવારથી પ્રારંથ થશે. શ્રેણીના તમામ ત્રણેય મેચ રાજકોટના
નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે 1-30થી શરૂ થશે. જેમાં દર્શકોને નિ:શુલ્ક
પ્રવેશ મળશે.
ઇન્ડિયા
એ ટીમમાં સ્ટાર ખેલાડીઓ જેવા કે અભિષેક શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ
ગાયકવાડ, રિયાન પરાગ, અર્શદીપ સિંઘ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે. ત્રણેય
મેચનું જીવંત પ્રસારણ થશે. આફ્રિકા એ ટીમમાં પણ પ્રતિભાશાળી યુવા ખેલાડી સામેલ છે.
શ્રેણીનો પહેલો વન ડે મેચ 13મીએ રમાશે. આ પછી બાકીના બે મેચ 16 અને 19 નવેમ્બરના રમાશે.
ઇન્ડિયા એ ટીમના ખેલાડીઓ અને દ. આફ્રિકા એ ટીમના ખેલાડીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા.
ખેલાડીઓનું હારતોરાથી સ્વાગત થયું હતું. બન્ને ટીમ સયાજી હોટલ ખાતે રોકાણ કરશે. મંગળવારે
સાંજે બન્ને ટીમ નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી શકે છે.