• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

આફ્રિકાના સ્પિન આક્રમણ સામે ભારતીય બેટધરોની પરીક્ષા : આજથી પ્રથમ ટેસ્ટ ભારતની ભૂમિ પર દ. આફ્રિકાને પાછલા 15 વર્ષથી ટેસ્ટ જીતની શોધ

ટીમ ઇન્ડિયાની નજર ઘરઆંગણે શ્રેણી વિજય સાથે WTCમાં આગેકૂચ

કોલકતા, તા.13:  દક્ષિણ આફ્રિકાના શાનદાર સ્પિન આક્રમણ સામે ભારતના સિતારા બેટધરોના કૌશલની કસોટી થશે જ્યારે બન્ને ટીમ બે ટેસ્ટની શ્રેણીમાં શુક્રવારથી અહીં આમને-સામને હશે. શ્રેણીનો પહેલો મેચ ઇડન ગાર્ડન પર શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે. ભારતે ગયા વર્ષે ઘરઆંગણે ન્યુઝીલેન્ડે 3-0થી હાર આપી હતી. ત્યારે એઝાઝ પટેલ, મિચેલ સેંટનર અને ગ્લેન ફિલિપે મળીને 36 વિકેટ લીધી હતી. દ. આફ્રિકાનું બોલિંગ આક્રમણ હાલ સ્પિનરો પર નિર્ભર છે. આથી ટીમ ઇન્ડિયાએ ધીમા બોલરો સામે તેના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. વર્લ્ડ ચેમ્પિયન દ. આફ્રિકા ટીમ મોટાભાગે તેના ઝંઝાવાતી ઝડપી બોલર માટે જાણીતી છે. પણ વર્તમાનમાં તેની પાસે ધૂરંધર સ્પિનર્સ છે. આફ્રિકી ટીમ પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો કરી ભારત પહોંચી છે. આ શ્રેણીમાં કેશવ મહારાજ, સાઇમન હાર્મર અને સેનુરન મુથુસામીએ 39માંથી 3પ વિકેટ લીધી હતી.

ભારતના સહાયક કોચ રેયાન આફ્રિકી બોલિંગ આક્રમણને ઉપમાદ્વીપની શૈલિનું બતાવી ચૂકયા છે. તેમણે કહ્યંy કે તેમની પાસે ચાર સ્પિનર છે. જેમાંથી ત્રણને ઉતારી શકે છે. અમે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી બોધપાઠ લીધો છે.

ભારતની ઇલેવનમાં આકાશદીપને તક મળી શકે છે કારણ કે ઇડન ગાર્ડન તેનું હોમ ગ્રાઉન્ડ છે. તો આવું થશે તો ભારતની ઇલેવનમાં એક બેટધર અથવા તો એક સ્પિનરની બાદબાકી થશે. આ ઉપરાંત બન્ને વિકેટકીપર ઋષભ પંત અને ધ્રુવ જુરેલનો ઇલેવનમાં નિશ્ચિત માનવામાં આવે છે. ભારતને ફરી એકવાર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ પાસેથી સારી શરૂઆતની અને કપ્તાન શુભમન ગિલ પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. ભારત માટે ફરી એકવાર બુમરાહ અને સિરાજની જોડી ટ્રમ્પ કાર્ડ બની શકે છે. કારણ કે આ વખતે કોલકતાની વિકેટ સપાટ નહીં હોય. પાછલા 1પ વર્ષમાં અહીં ઝડપી બોલરોને 61 ટકા વિકેટ મળી છે.

જયારે આફ્રિકાને તેના કપ્તાન તેંબા બાવૂમા, એડન માર્કરમ, રિયાન રિકલટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરેન અને ટોની ડિ જોર્જી પાસેથી આ શ્રેણીમાં સારા દેખાવની આશા રહેશે. આફ્રિકાની ઇલેવનમાં બે ફાસ્ટર તરીકે કાગિસો રબાડા અને માર્કો યાનસનનો સમાવેશ થઇ શકે છે. મેચ શુક્રવાર સવારે 9-30થી શરૂ થશે. ટીમ ઇન્ડિયાની નજર ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આગેકૂચ કરવા પર રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

આતંકી આઝાદ સૈફીએ કાશ્મીરમાં આર્મીની માહિતી પણ મેળવી હતી આતંકી અગાઉ પણ અમદાવાદની હોટેલ ગ્રાઉન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો November 14, Fri, 2025