મુંબઇ, તા.13: આઇપીએલની 2026 સીઝન અગાઉની પહેલી ટ્રેડ ડીલ ફાઇનલ થઇ છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની યાદીમાં જણાવાયું છે કે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર માટે લખનઉ સુપર જાયન્ટસ અને મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝી વચ્ચે ટ્રેડ ડીલ થઇ છે. લખનઉ ટીમે શાર્દુલ ઠાકુરને છૂટો કર્યો છે. તેને મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝીએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ માટે લખનઉ સુપર જાયન્ટસ ટીમને બે કરોડ રૂપિયા ચૂકવશે. શાર્દુલ ઠાકુર મુંબઇનો લોકલ ખેલાડી છે.