• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

કોહલીની 52મી સદીથી તૂટયો સચિનનો મહારેકોર્ડ

ક્રિકેટના કોઈપણ એક ફોર્મેટમાં સૌથી વધારે સદી કરનારો ખેલાડી બન્યો

નવી દિલ્હી, તા. 30 : ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાની કારકિર્દીના એવા તબક્કે છે જ્યારે મેદાનમાં ઉતરતા જ રેકોર્ડ બનાવે છે. આવી જ સ્થિતિ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેના વનડેમાં જોવા મળી હતી. કોહલીએ રાંચીના મેદાનમાં 102 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ કોહલીની વનડે કારકિર્દીની 52મી સદી હતી. આ સાથે કોહલીએ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ કોઈ એક ફોર્મેટમાં સૌથી વધારે સદીનો છે. કોહલી આ મામલે પહેલા ક્રમાંકે આવી ગયો છે અને તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડયો છે.

સચિને પોતાની કારકિર્દીમાં ટેસ્ટ ફોર્મેટમાં 51 સદી કરી છે. કોહલી 2023મા સચિનને પછાડીને વનડે ક્રિકેટમાં સૌથી વધારે સદી કરનારો ક્રિકેટર બન્યો હતો. સચિને વનડેમાં 49 સદી કરી હતી. દક્ષીણ આફ્રિકા સામે વનડે મેચમાં સોથી વધારે સદી કરનારો ખેલાડી પણ કોહલી બની ગયો છે. કોહલી દક્ષિણ આફ્રિકા સામે 32 મેચમાં છ સદી કરી ચુક્યો છે. આ ઉપરાંત કોહલી ઘરેલુ મેદાનમાં વનડેમાં સૌથી વધારે 50 પ્લસ રન કરનારો ખેલાડી બની ચૂક્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક