સાત્ત્વિક - ચિરાગ ક્વાર્ટરમાં હારીને બહાર
કુઆલાલ્મપુર,
તા.9 : ઇજા પછી લાંબા સમયે કોર્ટમાં વાપસી કરનાર ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુ મેલેશિયા
ઓપન સુપર 1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પ્રવેશી છે જ્યારે સાત્ત્વિક-ચિરાગની
જોડી ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ છે.
ક્વાર્ટર
ફાઇનલમાં પીવી સિંધુનો જાપાની ખેલાડી અકાને યામાગૂચી સામે પહેલી ગેમમાં 21-11થી વિજય
થયો હતો. આ પછી ત્રણ વખતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન યામાગૂચીએ ઘૂંટણના દર્દને લીધે મેચમાંથી
હટી જવાનો નિર્ણય લીધો હતો. આથી સિંધુ વિજેતા જાહેર થઈ હતી અને સેમિ ફાઇનલમાં પહોંચી
હતી. 18મા ક્રમની સિંઘુનો યામાગૂચી સામેનો રેકોર્ડ હવે 1પ-12 થયો છે.
મેન્સ
ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી સાત્ત્વિક-ચિરાગનો ઇન્ડોનેશિયાની જોડી સામે
10-21 અને 21-23થી પરાજય થયો હતો. આથી ભારતીય જોડી મલેશિયા ઓપનની બહાર થઈ હતી.