• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વડોદરામાં કોહલી પાસે બે રેકોર્ડનો મોકો સચિન અને સંગકારાથી આગળ થઈ શકે છે

વડોદરા, તા.9: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 વન ડે મેચની શ્રેણીનો પ્રથમ મેચ રવિવારે વડોદરામાં રમાશે. આ મેચમાં ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્મા એક્શનમાં હશે. બન્ને શાનદાર ફોર્મમાં છે. ખાસ કરીને કોહલી અલગ અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે. પાછલી આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં તેણે બે સદી અને એક અણનમ અર્ધસદી કરી હતી. આ પછી વિજય હઝારે ટ્રોફીમાં 131 અને 77 રનની ઇનિંગ રમી હતી. હવે ન્યુઝીલેન્ડ સામેના પ્રથમ વન ડે દરમિયાન કોહલી પાસે ખાસ રેકોર્ડનો મોકો છે. વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ રનના ભારતીય રેકોર્ડથી 94 રન દૂર છે. તેણે અત્યાર સુધીમાં 33 ઇનિંગમાં પપ.23ની સરેરાશથી 167પ રન બનાવ્યા છે.

આ સૂચિમાં પહેલાં સ્થાને મહાન સચિન તેંડુલકર છે. તેણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 41 ઇનિંગમાં 46.0પની સરેરાશથી 17પ0 રન બનાવ્યા છે. જેમાં પ સદી અને 8 અર્ધસદી છે જ્યારે વિરેન્દ્ર સેહવાગે 23 ઇનિંગમાં પ2.પ9ની સરેરાશથી 11પ7 રન કર્યા છે. તે આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. મોહમ્મદ અઝહરૂદ્દીન (1118) ચોથા અને સૌરવ ગાંગુલી (1079) પાંચમા નંબર પર છે.

આ ઉપરાંત કોહલી પાસે 28,000 ઇન્ટરનેશનલ રન પૂરા કરવાનો પણ મોકો બની રહેશે. જેનાથી તે ફક્ત 2પ રન દૂર છે. આ ઉપરાંત કુમાર સંગકારાથી ઇન્ટરનેશનલ રનના મામલે આગળ થવાથી 42 રન દૂર છે. કોહલીનાં ખાતામાં હાલ પપ6 ઇન્ટરનેશનલ મેચમાં પ2.પ8ની સરેરાશથી કુલ 27,97પ રન છે. જેમાં 84 સદી અને 14પ અર્ધસદી સામેલ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક