બેંગ્લુરુ, તા.9: ડોમેસ્ટિક ક્રિકેટની મુખ્ય વન ડે ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડની 8 ટીમ સેટ થઈ ચૂકી છે. બેંગ્લુરુમાં તા. 12 અને 13 જાન્યુઆરીએ ચાર ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. તા. 12મીએ પહેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં મુંબઈની ટક્કર કર્ણાટક સામે થશે જ્યારે બીજા ક્વાર્ટરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની ટીમ આમને-સામને હશે. તા. 13 જાન્યુઆરી મંગળવારે બાકીના બે ક્વાર્ટર મેચ રમાશે. જેમાં પંજાબ સામે મધ્યપ્રદેશ અને દિલ્હી વિરુદ્ધ વિદર્ભ ટીમ હશે. આ નોકઆઉટ રાઉન્ડની 4 વિજેતા ટીમ વચ્ચે બે સેમિ ફાઇનલ મેચ રમાશે. જે 1પ અને 16 જાન્યુઆરીએ રમાશે જ્યારે ફાઇનલ ટક્કર 18મી રવિવારે થશે.
વિકેટકીપર
હાર્વિક દેસાઇનાં નેતૃત્વમાં સૌરાષ્ટ્ર ટીમ વિજય હઝારે ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી
છે. સૌરાષ્ટ્ર ટીમ અગાઉ 2022-23 સીઝનના ફાઇનલમાં મહારાષ્ટ્રને હાર આપી ચેમ્પિયન બની
હતી. 2007-08માં પણ સૌરાષ્ટ્ર ટીમ અપસેટ કરી ચેમ્પિયન બની હતી. હવે ફરી વિજેતા બનવાની
તક છે. વિજય હઝારે ટ્રોફીની પાછલી સીઝનમાં કર્ણાટક ચેમ્પિયન બન્યું હતું.