હાઇસ્કોરિંગ મેચમાં યુપી વોરિયર્સને 10 રને હરાવ્યું
મુંબઈ,
તા. 10 : મહિલા પ્રીમિયર લીગ 2024ના બીજા મેચમાં ગુજરાત જાયન્ટ્સનો સામનો યુપી વોરિયર્સ
સામે થયો હતો. 10 જાન્યુઆરીએ નવી મુંબઈના ડી વાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલા
મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ ઉપર 10 રને જીત મેળવીને લીગની વિજયી શરૂઆત
કરી હતી.
મુકાબલામાં
યુપી વોરિયર્સને જીત માટે 208 રનનું લક્ષ્ય મળ્યું હતું. જો કે નિર્ધારિત 20 ઓવરમાં
8 વિકેટે 197 રન જ બનાવી શક્યું હતું. રનચેઝમાં યુપી માટે ઓપનર ફોએબે લિચફિલ્ડે 40
બોલમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન મેગ
લેનિંગે 27 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત આશા શોભના અને શ્વેતા સહરાવતે
પણ ઉપયોગી ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી જોર્જિયા વેરહેમ, સોફી ડીવાય અને રેણુકા સિંહે
બે બે વિકેટ લીધી હતી.
ગુજરાતની
શરૂઆત સારી રહી હતી. બેથ મુની અને સોફી ડીવાયને મળીને 4.2 ઓવરમાં 41 રનની ભાગીદારી
કરી હતી. મૂનીને સોફી એક્લેસ્ટોને બોલ્ડ કરી હતી જ્યારે ડીવાયની વિકેટ શિખા પાંડેએ
લીધી હતી. ડીવાયે 38 રન કર્યા હતા. અહિંયાથી અનુષ્કા શર્મા અને એશ્લે ગાર્ડનર વચ્ચે
103 રનની ભાગીદારી થઈ હતી અને ગુજરાતને સારા સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. અનુષ્કાએ
44 રન કર્યા હતા અને ગાર્ડનરે 65 રન કર્યા હતા. આ ઉપરાંત જોર્જિયા વેરહેમે 27 અને ભારતી
ફુલમાલીએ 14 રન કર્યા હતા.