જેનજની સાથે પરસ્પર સન્માન સાથે અલગ થવાનો નિર્ણય : બન્નેએ એકબીજાના વખાણ કર્યા
નવી
દિલ્હી, તા. 10 : ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ પોતાના કોચ જાન જેલેજની
સાથે સત્તાવાર રીતે અલગ થવાની ઘોષણા કરી દીધી છે. બન્નેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને
સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય પરસ્પરની સહમતિ બાદ લેવામાં આવ્યો છે અને બન્ને સન્માનપૂર્વક
અલગ થઈ રહ્યા છે. જેલજની ઈતિહાસના સૌથી સફળ ભાલાફેંક ખેલાડી માનવામાં આવે છે અને તેઓ
નીરજ સાથે માત્ર એક સીઝન સુધી જોડાયેલા રહ્યા હતા.
જાન
જેલેજનીના માર્ગદર્શનમાં નીરજ ચોપડાની શરૂઆત ખુબ જ શાનદાર રહી હતી. બન્નેની પહેલી પ્રતિયોગીતા
ઈતિહાસ બની હતી જ્યારે નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગમાં 90 મીટરનો જાદુઈ આંકડો પાર કર્યો
હતો. આ ઉપલબ્ધિ ભારતીય એથલેટિક્સ સાથે વૈશ્વિક જેવલિન ઈતિહાસ માટે પણ યાદગાર બની હતી.
આ થ્રો સાથે નીરજ ચોપડા દુનિયાના અમુક ભાલા ફેંક ખેલાડીમાં સામેલ થયો હતો. જેઓઁએ
90 મીટરની દૂરી પાર કરી હતી.નીરજ ચોપડાએ જેલેજની સાથેના વિતાવેલા સમયને ખાસ ગણાવ્યો
હતો. નીરજે કહ્યું હતું કે તેઓ બાળપણથી જ જેલેજનીને આદર્શન માનતો હતો અને તેમની સાથે
તાલિમ લેવી એક સપનું સાચું થવા જેવું હતું.
જાન
જેલેજનીએ પણ નીરજ ચોપડા સાથેના સમય અંગે સકારાત્મક વાત કરી હતી અને કહ્યું હતું કે
નીરજ જેવો એથલિટ મળવો સૌભાગ્યની વાત છે. નીરજ સતત ફોર્મમાં રહ્યો છે અને માત્ર ટોક્યોથી
12 દિવસ પહેલા પીઠની ઈજાના કારણે તેના પ્રદર્શન ઉપર અસર પડી હતી. જેલેજનીએ કહ્યું હતું
કે તે ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેશે.