T-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા અંગે શુભમન ગિલનું દુ:ખ બહાર આવ્યું
મુંબઈ,
તા. 10 : ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલને આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2026
માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની ટી20
શ્રેણીમાં સામેલ હતો. જો કે ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી રજા આપવામાં આવી છે. હવે શુભમન
ગિલે પહેલી વખત ભારતીય ટીમમાં પસંદગી ન થવા ઉપર મૌન તોડયું છે.
ન્યુઝિલેન્ડ
સામે રવિવારે થનારા પહેલા વનડે અગાઉ શુભમન ગિલે કહ્યું હતું કે તે પસંદગીકર્તાના નિર્ણયનું
સન્માન કરે છે અને ટી20 વિશ્વકપમાં ભાગ લેવા જઈ રહેલી ભારતીય ટીમને શુભકામના પાઠવે
છે. શુભમનનું ટી20 ફોર્મ સારું રહ્યું નથી અને પસંદગીકર્તા દ્વારા ટીમ કોમ્બિનેશનનો
હવાલો આપીને તેને વિશ્વકપની ટીમમાંથી બહાર રાખ્યો છે.
શુભમન
ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જે તેના નસીબમાં લખ્યું છે તેને કોઈ છીનવી
શકશે નહીં. એક ખેલાડી હંમેશાં દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છે છે. પસંદગીકર્તાએ
જે નિર્ણય કર્યો છે તે સ્વીકાર છે.