• સોમવાર, 18 મે, 2026

IPLમાં ખેલાડીઓના ગર્લફ્રેન્ડ કલ્ચરથી BCCI નારાજ

બોર્ડ નવા નિયમો લાવશે

 

મુંબઇ તા.4: આઇપીએલ-2026 સીઝન દરમિયાન ખેલાડીઓના ગર્લફ્રેન્ડ કલ્ચરથી બીસીસીઆઇ નારાજ છે. બોર્ડ આને રોકવા સખત પગલાં લેવાની તૈયારીમાં છે. આ માટે બીસીસીઆઇ નવા નિયમો જાહેર કરી શકે છે. આઇપીએલ દરમિયાન જોવા મળે છે કે ,ઘણા દેશી-વિદેશી ખેલાડીઓ સાથે તેમની પાર્ટનર્સ ટીમ બસમાં મુસાફરી કરે છે અને ટીમ હોટેલમાં રોકાણ કરે છે. બીસીસીઆઇ આ પ્રકારના કલ્ચરના સંભવિત પરિણામથી ચિંતિત છે અને તેને રોકવા માંગે છે. બોર્ડનું માનવું છે કે આથી વિવાદ થઇ શકે છે અને ટીમની રણનીતિ લીક થવાનો ભય છે.

બીસીસીઆઇ હવે ખેલાડીઓ માટે ગર્લફ્રેન્ડ સાથે હરવા-ફરવાના નિયમ લાગુ કરવા માંગે છે. ખાસ કરીને મેચના દિવસે. આ નિયમો લગભગ આઇપીએલની આવતા વર્ષની સીઝનથી લાગુ કરાશે. હાલ આઇપીએલમાં ઘણા ખેલાડીઓ જેવા કે હાર્દિક પંડયા, ઇશાન કિશન, અર્શદીપ સિંઘ, યશસ્વી જયસ્વાલ તેમની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે ટીમ બસમાં સફર કરતા જોવા મળે છે. ઘણીવાર ત્રીમિત્રની રાહ માટે બસ મોડી પડે છે. કેટલાક ખેલાડીઓની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા સાથે સતત જોડાયેલી રહે છે. જેના પર બીસીસીઆઇને સટ્ટેબાજીનો ભય છે.

બીસીસીઆઇ અગાઉ ટીમ ઇન્ડિયામાં ત્રીમિત્ર કે પરિવારના સભ્યોને સાથે રાખવા પર કડક નિયમ બનાવી ચૂકી છે. હવે તેનો અમલ આઇપીએલમાં પણ લગભગ થશે તેવા રિપોર્ટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક