• સોમવાર, 18 મે, 2026

સિનર મેડ્રિડ ઓપનમાં ચેમ્પિયન

મેડ્રિડ, તા.4 : વિશ્વ નંબર વન ઇટાલીના ખેલાડી યાનિક સિનર મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન થયો છે. ફાઇનલમાં સિનરનો જર્મન ખેલાડી એલેક્ઝાંડર ઝેવરેવ વિરુદ્ધ ફક્ત પ8 મિનિટમાં 6-1 અને 6-2થી જોરદાર વિજય થયો છે. સિનરે આ સાથે સતત પાંચમીવાર એટીપી માસ્ટર્સ-1000 ખિતાબ જીતી રેકોર્ડ બનાવ્યો છે. 1990 પછી આ સિરીઝની શરૂઆત બાદથી સતત પાંચ માસ્ટર્સ-1000 ખિતાબ જીતનારો યાનિક સિનર વિશ્વનો પહેલો પુરુષ સિંગલ્સ ખેલાડી બન્યો છે. મેડ્રિડ ઓપન જીતવા સાથે સિનરના નામે હવે કુલ નવમો એટીપી માસ્ટર્સ-1000 ખિતાબ થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક