• સોમવાર, 18 મે, 2026

નારાયણની 200 વિકેટની ઉપલબ્ધિને વધાવતો શાહરૂખ ખાન

નવી દિલ્હી, તા.4 : વેસ્ટ ઇન્ડિઝનો ચમત્કારિક સ્પિનર સુનિલ નારાયણ લાંબા સમયથી બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની ફ્રેંચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સ ટીમનો હિસ્સો છે. સુનિલ નારાયણે રવિવારના મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 4 ઓવરમાં 31 રનમાં 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે આઇપીએલ કેરિયરની 200 વિકેટ પૂરી કરવાની વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ આંકડે પહોંચનારો તે પહેલો વિદેશી અને ઓવરઓલ ત્રીજી બોલર બન્યો છે. નારાયણનાં નામે 197 મેચમાં 201 વિકેટ થઈ છે. અગાઉ આ ઉપલબ્ધિ યજુર્વેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે હાંસલ કરી છે. સુનિલ નારાયણના 200 વિકેટના રેકોર્ડ પર શાહરુખ ખાને એક્સ પર લખ્યું છે કે સુનિલ, મારો દોસ્ત, આ 1પ સીઝન અને 200થી વધુ વિકેટ. 3 ટાઇટલ સાથે કેકેઆર ફ્રેંચાઇઝી સાથે આપ દુનિયભરમાં વિશેષ છો. આપ એક જાદુગર છો.

ઇ-પેપરના નવા શુલ્ક