• સોમવાર, 18 મે, 2026

IPL ફાઇનલ 31 મેના અમદાવાદમાં રમાશે

ધર્મશાલામાં ક્વોલીફાયર-1 : ચંદિગઢમાં એલિમિનિટેર અને ક્વોલીફાયર-2 મેચ રમાશે

મુંબઈ, તા.6: બીસીસીઆઇએ આઈપીએલ-2026 સીઝનના પ્લેઓફ રાઉન્ડના મેચનું શેડયૂલ જાહેર કર્યું છે. આઇપીએલ ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર તા. 31 મેના રોજ રમાશે. જયારે પોઇન્ટ ટેબલ પરની ટોચની બે ટીમ 26 મેના હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન ધર્મશાલા ખાતે કવોલીફાયર-1 વન મેચ રમશે. આ મેચની વિજેતા ટીમ સીધો જ ફાઇનલ પ્રવેશ કરશે.

આ પછી પ્લેઓફ રાઉન્ડ ન્યૂ ચંદિગઢ પહોંચશે. અહીં 27 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. જેમાં પોઇન્ટ ટેબલ પરની ત્રીજા અને ચોથા નંબરની ટીમ આમને-સામને હશે. આ મેદાન પર જ 29 મેના ક્વોલીફાયર-2 મેચ રમાશે. જેમાં ક્વોલીફાયર-1 મેચ હારનાર ટીમ અને સામે એલિમિનેટર વિજેતા ટીમ હશે.

બીસીસીઆઇએ જણાવ્યું છે કે ઓપરેશનલ અને લોજિસ્ટિક સમસ્યાને લીધે આ વખત પ્લેઓફ રાઉન્ડ ત્રણ અલગ-અલગ સ્થળ રમાશે. બીસીસીઆઇએ અગાઉ આઇપીએલ-2026 ફાઇનલ મેચ બેંગ્લુરુમાં રમાશે તેવી જાણકારી આપી હતી. પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હજુ સમસ્યા હોવાથી અમદાવાદને ફાઇનલ ફાળવવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક