• સોમવાર, 18 મે, 2026

પાકિસ્તાન સાથેના દ્વિપક્ષી ખેલ સંબંધ પરનો પ્રતિબંધ યથાવત્

મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ભાગ લઈ શકે છે : ખેલ મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.6 : કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષી ખેલ સંબંધો પર મૂકેલ પ્રતિબંધને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે જાહેર થયેલ સકર્યુલરમાં ખેલ અને યુવા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમો પાકિસ્તાનમાં કોઇ પણ દ્વિપક્ષી સ્પર્ધાનો હિસ્સો બનશે નહીં અને પાકિસ્તાનની કોઈપણ રમતની ટીમ ભારતમાં આવા મુકાબલા રમવા માટે મંજૂરી અપાશે નહીં. જો કે મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મલ્ટી-નેશનલ અને ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટોમાં જો ભારત અને પાકિસ્તાન ટીમ સામેલ હશે તો આવી સ્પર્ધામાં ભારતીય ટીમ ભાગ લઇ શકશે.

ભારત સરકાર દ્વારા આ નીતિ પહેલીવાર ઓગસ્ટ 202પમાં લાગુ કરાઈ હતી ત્યારે એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની ભાગીદારીને લઈને વિવાદ થયો હતો. આ નિર્ણય પહેલગામ પરના નાપાક આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો હતો. જેમાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ખેલ મંત્રાલયે કહ્યું છે કે, ખેલાડીઓની સુરક્ષાનાં હિતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક