• સોમવાર, 18 મે, 2026

કપ્તાન હાર્દિક વિના મુંબઇ ઈન્ડિયન્સ ટીમ રાયપુર પહોંચી : સૂર્યાનું રમવું પણ અનિશ્ચિત

બન્ને RCB સામેનો રવિવારે રમાનાર મેચ લગભગ ગુમાવશે

રાયપુર, તા.6: પાંચ વખતની પૂર્વ આઇપીએલ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ટીમ માટે આ સીઝન દુ:ખદ સ્વપ્ન સમાન ચાલી રહી છે. 10 મેચમાં માત્ર 3 જીત નસીબ થઇ છે. એમઆઇની પ્લેઓફ આશા ધૂંધળી છે. તેનો હવે પછીનો મેચ આરસીબી સામે છે. આ માટે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ રાયપુર પહોંચી છે. જો કે કપ્તાન હાર્દિક પંડયા ટીમ સાથે નજરે પડતો નથી. તેણે ટીમ સાથે ટ્રાવેલ કર્યું નથી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ પણ આરસીબી સામેના મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં તેવા રિપોર્ટ છે. કારણ કે તે થોડા દિવસોમાં પિતા બનવાનો છે. આથી તે પેટરનીટી લીવ પર છે.

રવિવારે મુંબઇ ઇન્ડિયન્સનો મેચ રાયપુરમાં આરસીબી સામે રમવાનો છે. આ મેચ માટે મુંબઇ ટીમ આજે રાયપુર પહોંચી છે, પણ કપ્તાન હાર્દિક અને સૂર્યકુમાર ટીમ સાથે નથી. પાછલા મેચમાં હાર્દિકના સ્થાને સૂર્યકુમારે કપ્તાની સંભાળી હતી. હાર્દિકને પીઠના દર્દની સમસ્યા છે. હવે હાર્દિક અને સૂર્યાની અનુપસ્થિતિમાં મુંબઇની કપ્તાની લગભગ રોહિત શર્મા સંભાળશે.

ઇ-પેપરના નવા શુલ્ક