• રવિવાર, 24 મે, 2026

પ્લેઓફની ધૂંધળી આશા વચ્ચે કોલકાતા-િદલ્હીનો મુકાબલો

-કોલકાતા પાસે દિલ્હી સામે જીત મેળવીને 15 અંક સુધી પહોંચવાની તક

નવી દિલ્હી, તા. 23 કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે મુકાબલા સાથે આઈપીએલનો લીગ તબક્કો પુરો થઈ જશે. બન્ને ટીમ પ્લેઓફની ધૂંધળી આશા યથાવત્ રાખવા જીત નોંધાવવા માગશે. બન્ને ટીમને જીત સાથે અન્ય ટીમના પરિણામ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. કોલકાતા પાસે 13 ટીમ છે અને દિલ્હી સામે જીતીને 15 અંક સુધી પહોંચી શકે છે. જો કે પંજાબ નેટ રનરેટમાં આગળ છે. જો આંકડાની વાત થાય તો પંજાબ લખનઉને એક રને પણ હરાવેતો કોલકાતાએ દિલ્હીને ઓછામાં ઓછા 52 રનથી હરાવવું પડશે. વધુમાં રાજસ્થાન મુંબઈ સામે હારે તેવી પણ આશા રાખવી પડશે.

કોલકાતામાં હર્ષિત રાણા, આકાશ દીપ અને મથીશા પથિરાના વિભિન્ન સમસ્યાઓના કારણે રમી શક્યા નથી. કેમરુન ગ્રીન પણ શરૂઆતી તબક્કામાં બોલિંગ કરી શક્યો નહોતો. જો કે ટીમે અંતિમ સાતમાંથી મેચ જીતીને ખિતાબની દોડની આશા જગાડી હતી. ટીમ દિલ્હી સામે શીર્ષ સ્કોરર અંગકૃષ રઘુવંશી વિના રમશે. સાથે ચક્રવર્તીને પ્લેઈંગ ઈલેવનમાં રાખવાનો નિર્ણય થઈ શકે છે. દિલ્હીની વાત કરવામાં આવે તો તેણે સત્રમાં મહત્વની તકો ગુમાવી છે અને તેની અસર પડી છે. દિલ્હીની બેટિંગ મોટાભાગે કેએલ રાહુલ ઉપર નિર્ભર છે. ડેવિડ મિલરની વાપસીની મધ્ય ક્રમમાં થોડી સ્થિરતા આવી છે. જો કે ટીમની બોલિંગમાં નિરંતરતાની કમી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક