• શનિવાર, 10 જૂન, 2023

T-20 ક્રિકેટમાં એન્કરનો રોલ ખતમ : રોહિત

ચેન્નાઇ, તા.2પ: ભારત અને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે હવે ટી-20 ક્રિકેટ બદલાય ગયું છે. આ ફોર્મેટમાં હવે એન્કર (ઇનિંગ દરમિયાન એક છેડો સાચવી રમનાર બેટધર)ની કોઇ ભૂમિકા રહી નથી. આથી પોતાની ખુદની ભૂમિકા બદલાઇ ગઇ છે. લખનઉ સામેની જીત બાદ રોહિત શર્માએ જણાવ્યું કે પાવર હિટિંગ કરવું તેની વિશેષતા કયારે પણ ન હતી, આથી તે હવે એક બેટધરના રૂપમાં પરિણામની ચિંતા વિના અલગ પ્રકારનું બેટિંગ કરવા માગે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે લખનઉ સામેના મુંબઇના 182 રનના સ્કોરમાં કેમરૂન ગ્રીનના 41 રન સૌથી વધુ હતા. 

રોહિતે કહ્યંy કે હું જોઇ રહ્યો છું કે હવે એન્કરનો રોલ રહ્યો નથી. બહુ ઓછા મેચમાં જોવા મળે છે કે કોઇ બેટર એન્કર બનીને ઇનિંગ ખતમ કરે છે. આજ-કાલ ટી-20 અલગ પ્રકારથી રમાઇ રહ્યંy છે. જો તમે માનસિકતા નહીં બદલો તો વિખેરાઇ જશો. તમામ સાત બેટધરોએ પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. 10 કે 20 બોલમાં તમે 30-40 રન કરો તો એ પણ સારો સ્કોર છે કારણ કે તમે ટીમ માટે યોગદાન આપ્યું છે. રમત બદલાઇ છે. પોતાની બેટિંગ વિશે રોહિતે જણાવ્યું કે હું ગ્રીન કે ડેવિડની માફક 100 મીટર લાંબા છક્કા ફટકારતો નથી. હું આક્રમક બેટિંગનો પ્રયાસ કરું છું. તમે સૂર્યકુમાર યાદવની બેટિંગ જોઇ હશે તે પણ મોટા ફટકા નહીં, પણ ગેપમાં શોટ મારે છે. આ તકે રોહિતે કહ્યંy કે તેની ટીમ સુપરસ્ટાર નથી. અમે નવા નવા ખેલાડીઓ શોધી રહ્યા છીએ. તિલક વર્મા અને નેશલ વઢેરાની પ્રશંસામાં કહ્યંy કે તે ફક્ત મુંબઇના જ નહીં, ભારતના પણ સિતારા ખેલાડી બની શકે છે. આકાશ મઘવાલમાં પણ આવી જ પ્રતિભા છે.