• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

મેસ્સી હવે ઇન્ટર મિયામી ક્લબ તરફથી રમશે બાર્સિલોનાનું સપનું તૂટયું

નવી દિલ્હી, તા.8: આર્જેન્ટિનાનો વિશ્વ વિજેતા કેપ્ટન અને દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીએ બે વર્ષ સુધી પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી) તરફથી રમ્યા બાદ હવે એક અજાણી અમેરિકી ક્લબ ઇન્ટર મિયામી સાથે કરાર કર્યોં છે. બધાને એવી આશા હતી કે મેસ્સી તેની પસંદની બાર્સિલોના કલબમાં વાપસી કરશે. જ્યાં તેની કેરિયરની શરૂઆત થઇ હતી. મેસ્સીને સાઉદી અરબની એક કબલ તરફથી પણ કરોડોની ઓફર મળી હતી પરંતુ મેસ્સીએ તમામને ચોંકાવીને ઇન્ટર મિયામી જવાનો નિર્ણય લીધો છે. તે હવે આગામી સિઝનમાં આ અમેરિકી સોકર ક્લબ તરફથી રમતો જોવા મળશે. આ સાથે બાર્સિલોનાનું ફરી મેસ્સી સાથેના કરારનું સપનું તૂટયું છે. મેસ્સી સાથે ઇન્ટર મિયામી ક્લબે કેટલા ડોલરમાં કરાર કર્યો છે તે બહાર આવ્યું નથી. ઇન્ટર મિયામી ક્લબનો મેનેજર ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ડેવિડ બેકહેમ છે. તેણે મેસ્સી સાથેનો કરાર કરવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. મેસ્સીનો નવો કરાર 1પ00 કરોડ રૂપિયાથી વધુનો હશે તેવું માનવામાં આવે છે.