• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

નિકહત ઝરીનનો વિજયી આગાઝ

વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પ્રતિદ્વંદ્વીને બચાવવા રેફરીએ મેચ રોક્યો

નવી દિલ્હી, તા. 16: ભારતની શીર્ષ બોક્સર નિકહત ઝરીને અજરબૈજાનની અનાખાનિમ ઈસ્માઈલોવાને આરએસસી (રેફરી દ્વારા મુકાબલો રોકવો) મારફતે હરાવીને વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પોતાનાં અભિયાનની શાનદાર શરૂઆત કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ નિકહત ઝરીન ખિતાબ માટેની પ્રબળ દાવેદાર છે. જેણે ઘરેલુ દર્શકોને નારાજ નથી કર્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ની સ્વર્ણ પદક વિજેતા નિકહતે 50 કિલો વર્ગમાં પોતાની પ્રતિદ્વંદ્વીને પરખવામાં થોડો સમય લગાડયો હતો પણ એક વખત અજરબૈજાની બોક્સરની રમત સમજાય ગયા બાદ પાછું વળીને જોયું નહોતું.

ભારતીય બોક્સરનો દબદબો એવો હતો કે રેફરીએ ત્રણ સુધી ગણતરી કરીને ઈસ્માઈલોવોને સમય આપ્યો હતો અને પછી બીજા રાઉન્ડમાં જ મુકાબલો રોકી લીધો હતો. ચેમ્પિયનશિપમાં રેન્કિંગ પ્રાપ્ત ન હોવા ઉપર નિકહતે કહ્યું હતું કે આ બાબતથી તેને કોઈ મુશ્કેલી નથી. રેન્કિંગ ડ્રો ઉપર નિર્ભર છે અને કોઈપણ રેન્કિંગ મેળવી શકે છે. જો કે તેનો ડ્રો સારો છે અને પ્રતિયોગિતામં આગળ વધવાની સાથે આકરા હરીફનો સામનો કરવો પડશે. નિકહતનો આગામી મુકાબલો શીર્ષ રેન્કિંગની અને 2022ની આફ્રીકી ચેમ્પિયન રોમેસા બોઆલમથી થશે. નિકહતે કહ્યું હતું કે, તેને ખુશી છે કે ભારત તરફથી પહેલો મુકાબલો લડયો છે અને આશા છે કે અંત સારો રહ્યો છે જ્યારે અન્ય એક મુકાબલામાં ભારતની સાક્ષીએ પહેલા દોરમાં કોલંબિયાની માર્ટિનેઝ મારિયા જોસને 5-0થી હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.