• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

‘ખોટું થયું હશે તો કોઈને નહીં છોડાય’

અદાણી-હિંડનબર્ગ વિવાદમાં બોલ્યા ગૃહમંત્રી શાહ, કહ્યું પુરાવા આપો

નવી દિલ્હી, તા.18 : અદાણી-હિંડનબર્ગ વિવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતાં કહ્યંy કે મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સમિતિ ઘડી છે. જેની સમક્ષ પુરાવા આપવામાં આવે. જો ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે.

ગૃહમંત્રી શાહે કહ્યું કે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે 6 સદસ્યોની સમિતિ ઘડી છે. જેમાં બે નિવૃત્ત જજ પણ છે. જે કોઈ પાસે આ મામલાના પુરાવા હોય તે સમિતિ સમક્ષ પુરાવા રજૂ કરે. જો કંઈક ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે. શાહ શુક્રવારે દિલ્હી ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજર હતા દરમિયાન તેમણે કહ્યંy કે સૌને દેશની અદાલતો પર ભરોસો હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટની સમિતિ સાથે સેબી પણ મામલાની તપાસ કરી રહી છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લંડન ખાતે આપેલા નિવેદન બદલ પ્રહાર કરી કહ્યંy કે ઈમરજન્સી બાદ રાહુલના દાદી ઈન્દિરા ગાંધી ઈંગ્લેન્ડ ગયા હતા તે સમયે તેઓ વિપક્ષમાં હતા અને સરકાર તેમને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી હતી.

શાહે કહ્યું કે ઈંગ્લેન્ડમાં જયારે સવાલ પૂછાયો કે તમારો દેશ કેવી રીતે કામ કરી રહ્યો છે તો ઈન્દિરાએ જવાબ આપ્યો હતો કે મારો દેશ સારી રીતે કામ કરી રહ્યો છે. કેટલાક મુદ્દા છે પરંતુ હું તે અંગે અહીં કામ કરવા નથી ઈચ્છતી. અહીં હું ભારતીય છું અને હું મારા દેશ અંગે કંઈ નહીં બોલું.