• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

સંસદમાં પાંચ દિવસમાં માત્ર બે કલાકનું જ કામ, કરોડોનો ધુમાડો

નવી દિલ્હી, તા.18: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને રાહુલ ગાંધીના ભાષણને લઈને હોબાળાના કારણે પાંચમા દિવસે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું. લોકસભા અને રાજ્યસભા બન્ને સોમવાર એટલે કે ર0 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદ સ્થગિત થયા બાદ કોંગ્રેસના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોઁચ્ચાર કર્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર ગૃહને ચાલવા દેતી નથી અને અદાણી કેસ પરથી લોકોનું ધ્યાન હટાવવા માગે છે. ભાજપ ગૃહમાં રાહુલ ગાંધીની માફી માગ કરી રહ્યો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 13 માર્ચે શરૂ થયો હતો, પરંતુ હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી એક દિવસ પણ પૂરી થઈ શકી ન હતી. સંસદના આ સત્રમાં હજુ 3પ બિલ પેન્ડિંગ છે.

શુક્રવારે કાર્યવાહી સ્થગિત કરતા પહેલા ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહને ચાલવા દેવાની અપીલ કરી હતી.

13 માર્ચથી 17 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી માત્ર 4ર મિનિટ જ ચાલી શકી હતી. લોકસભા ટીવીના ડેટા અનુસાર 13 માર્ચે 9 મિનિટ, 14 માર્ચે 4 મિનિટ, 15 માર્ચે 4 મિનિટ, 16 માર્ચે 3.30 મિનિટ અને 17 માર્ચે માત્ર રર મિનિટે અને 17 માર્ચે માત્ર રર મિનિટે જ કાર્યવાહી ચાલી હતી. આ દરમિયાન ન તો ગૃહમાં બિલ પર ચર્ચા થઈ શકી ન તો પ્રશ્નકાળ અને શૂન્યકાળનું કામ થયું. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકરને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે સરકારના મંત્રીઓ ગૃહમાં હંગામો મચાવી રહ્યા છે અને મને બોલવા દેતા નથી.

છેલ્લા પ દિવસમાં રાજ્યસભાની કાર્યવાહી પપ મિનિટ સુધી ચાલી હતી. જો કાર્યવાહીને દરરોજના હિસાબે જોવામાં આવે તો સરેરાશ 11 મિનિટ ચાલી હતી. 13 માર્ચે સંસદની કાર્યવાહી મહત્તમ ર1 મિનિટ સુધી ચાલી હતી.

સંસદની કાર્યવાહી સામાન્ય રીતે અઠવાડિયામાં પ દિવસ ચાલે છે. સંસદની કાર્યવાહી દરરોજ 7 કલાક ચલાવવાની પરંપરા છે. ર018માં સંસદની કાર્યવાહીના ખર્ચને લઈને એક રિપોર્ટ આવ્યો હતો. જો કે, હવે આ રિપોર્ટને પ વર્ષ થઈ ગયા છે અને 2018ની સરખામણીએ મોંઘવારી પણ વધી છે. આ રિપોર્ટ અનુસાર સંસદમાં એક કલાકનો ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે. દિવસ પ્રમાણે ગણવામાં આવે તો આ ખર્ચ વધીને રૂ. 10 કરોડથી વધુ થાય છે. સંસદમાં એક મિનિટની કાર્યવાહીનો ખર્ચ ર.પ લાખ રૂપિયા છે. સંસદની કાર્યવાહી દરમિયાન સૌથી વધુ ખર્ચ સાંસદોના પગાર, સત્ર દરમિયાન સાંસદોને આપવામાં આવતી સુવિધાઓ અને ભથ્થાઓ, સચિવાલય અને સંસદ સચિવાલયના કર્મચારીઓના પગાર પર કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આ વસ્તુઓમાં દર મિનિટે 1.60 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે.