• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

ક્યાંય પણ ફરકતો ત્રિરંગો હૃદય ભરી દે છે ઉત્સાહથી : રાષ્ટ્રપતિ

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

 

નવી દિલ્હી, તા. 14 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાનીઓને નમન કર્યું હતું અને કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ દેશને એકજૂથ કરવાનું કામ કર્યું છે. રાષ્ટ્રના નામે પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ જેવા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે દેશ સંપૂર્ણ ગૌરવ પ્રાપ્ત કરશે. તમામ દેશવાસીઓ 78મા સ્વતંત્રતા દિવસનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે તે જોઈને ખુશી થઈ રહી છે. સ્વાધીનતા દિવસના અવસરે ત્રિરંગાને ફરકતો જોવો હૃદયને ઉત્સાહથી ભરી દે છે.

રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું હતું કે આજે 14 ઓગસ્ટના દેશ વિભાજનો સ્મૃતિ દિવસ ઉજવણી રહ્યો છે. આ વિભાજનની ભયાનકતાને યાદ કરવાનો દિવસ છે. જ્યારે  આપણા મહાન રાષ્ટ્રનું વિભાજન થયું હતું. લાખો લોકોને ભાગવા મજબૂર થવું પડયું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આ માનવીય ઘટનાને યાદ કરીએ છીએ અને એવા પરીવારો સાથે એકજૂથ રહીયે જેઓ વિખેરાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે જે રીતે આપણે પરિવાર સાથે વિભિન્ન પરિવાર ઉજવીએ છીએ તેવી જ રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસને પણ પરિવાર સાથે ઉજવવામાં આવે છે. જેના સભ્ય તમામ દેશવાસીઓ છે. આ એ પરંપરાનો હિસ્સો છે જે સ્વાધીનતા સેનાનીઓના સપના અને એ ભાવી પેઢીઓની આકાંક્ષાને એકજુથ કરે છે જે આગામી વર્ષોમાં આપણા રાષ્ટ્રના સંપૂર્ણ ગૌરવને પુન:પ્રાપ્ત કરતા જોવાની છે.

રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે ઘણી સરકારી યોજનાઓએ આર્થિક રૂપથી કમજોર વર્ગોનું ઉત્થાન કર્યું હતું અને 80 કરોડ લોકોને મફત રાશન અને સુવિધાઓ આપવામાં આવી છે. સરકારે મહિલા સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે અને નારી શક્તિના વિસ્તારની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024