-
નવી સરકાર અને ઈસ્લામી
પક્ષો સાથે સંબંધો વધારી, ભારતને હાનિ કરવાનો કારસો
નવી
દિલ્હી, તા. 4 : બાંગલાદેશમાં શેખ હસીના સરકારનાં પતન બાદ હવે ચીન ભારત વિરોધી કાવતરું
રચી રહ્યું છે. ડ્રેગને બાંગલાદેશમાં ભારત વિરોધી સંગઠનો સાથે મુલાકાતો કરવા માંડી
હોવાના વાવડ
મળે
છે.
ચીન
પાડોશી દેશની નવી સરકાર અને ઈસ્લામી જૂથો સાથે દોસ્તી વધારી રહ્યું છે, જે ભારત માટે
ખરાબર સમાચાર મનાય છે.
ચીની
રાજદૂત યાઓ વેન તાજેતરમાં ઢાકામાં જમાત-એ-ઈસ્લામી પક્ષની કચેરીએ પહોંચ્યા હતા.
આ પક્ષ
બાંગલાદેશમાં ભારતનો વિરોધ કરવા માટે સતત સક્રિય રહે છે. શેખ હસીનાની સરકાર હતી ત્યારે
પણ ચીન ભારત વિરોધી કારસા ઘડતું રહ્યું હતું. અત્યારે વચગાળાની સરકાર અને ઈસ્લામી પક્ષ
સાથે ચીનની નીકટતા પણ ભારત માટે ચિંતાજનક બાબત છે. નવી સરકાર સાથે મળી, ચીન બાંગલાદેશમાં
બેલ્ટ એન્ડ રોડ પહેલને ગતિ આપી, ભારતનો પ્રભાવ ઘટાડવાના નાપાક મનસુબા ધરાવે છે.