• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

બાળક રડતા ક્રોધે ભરાયેલી દાદીએ બચકા ભરીને કરી નાખી હત્યા

-જસદણના રાજસ્થળી ગામની હૈયું હચમચાવતી ઘટના: દાદીની ધરપકડ

અમરેલી, તા.4 : રાજસ્થળી ગામે નિર્દય બનેલી દાદીએ એક વર્ષના રડતા માસૂમ પ્રૌત્રની શરીરે બચકા ભરી હત્યા કરી લાશ ફેંકી દીધાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને હત્યારી દાદીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ કરુણ બનાવ અંગેની વિગત એવીછે કે, રાજસ્થળી ગામે રહેતા હુશેનભાઈ સૈયદ નામના વૃદ્ધના મકાનમાંથી તેના પ્રૌત્ર અલી રજાક રફીક સૈયદ (ઉં.1)ની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો અને આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને બાળકનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે મૃતક બાળક અલી રજાકના દાદા હુશેનભાઈ તથા દાદીમાં કુલશનબેન સહિતના પરિવારજનોની આકરી પૂછતાછ કરતા બનાવ અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો હોવાનું ખુલ્યું હતું અને પરિવારજનો પણ ચોંકી ઉઠયા હતા. પોલીસની વધુ તપાસમાં હત્યારી દાદી કુલશનબેન હુશેનભાઈ સૈયદ બપોરના સુતી હતી તયારે મૃતક બાળક અને તેની બહેન રમતા હતા. દરમિયાન બાળક અલી રજાક રડવા લાગતા શાંત ન થતો હોય દાદી કુલશનને ગુસ્સો આવ્યો હતો અને બાળક અલીરજાકને કપાળ, હાથ સહિતના શરીરે બચકા ભરી મારકૂટ કરતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક બાળકનો મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે હત્યારી દાદી કુલશનબેન હુશેનભાઈ સૈયદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024