- તિરૂપતિ મંદિર લાડુ વિવાદમાં સુનાવણી કરતાં અદાલતે કહ્યું : તપાસ જારી છે, તો મીડિયા સામે નિવેદનની શું જરૂર હતી ?
નવી
દિલ્હી, તા. 30 : આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિરમાં સામે આવેલા પ્રસાદના વિવાદમાં સોમવારે
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમે ટિપ્પણી
કરી હતી કે ઓછામાં ઓછા ભગવાનને રાજનીતિથી દૂર રાખવામાં આવે. જસ્ટિસ ભૂષણ આર ગવઈ અને
જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ સામે સુબ્રહ્મણ્યમ સ્વામીના વકીલે કહ્યું હતું કે, નિર્માણ
સામગ્રી કોઈપણ તપાસ વિના રસોઈ ઘરમાં જઈ રઈ રહી હતી. તપાસથી ખુલાસો થયો છે. આ પ્રક્રિયાના
સુપરવિઝન માટે સિસ્ટમને જવાબદાર બનવું જોઈએ કારણ કે દેવતાનો પ્રસાદ જનતા અને શ્રદ્ધાળુઓ
માટે પરમ પવિત્ર હોય છે.
કોર્ટમાં
દાખલ કરવામાં આવેલી અરજીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા મૂકવામાં આવેલા આરોપોની
અદાલતની દેખરેખમાં તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. તેમનો દાવો હતો કે તિરુપતિ મંદિરના
પ્રસાદ બનાવવામાં જાનવરોની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન
રાજ્ય સરકારની એક સોસાયટી પ્રસાદની ગુણવત્તા અને તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા ઘીની
તપાસ કરવા માટે તિરુપતિ મંદિરમાં છે.
જસ્ટિસ
બી આર ગવઈએ આંધ્રપ્રદેશ સરકાર તરફથી રજૂ સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીના સવાલનો જવાબ
આપતા કહ્યું હતું કે, જ્યારે તમે સંવૈધાનિક પદ ઉપર હોય ત્યારે આશા કરવામાં આવે છે કે
દેવતાઓને રાજનીતિથી દૂર રાખવામાં આવે. કોર્ટે રોહતગીને પૂછ્યું હતું કે, એસઆઇટી તપાસનો
આદેશ આપી ચુકાયો છે, તો પરિણામ આવતાં પહેલાં પ્રેસમાં જવાની શું જરૂર છે ? તેઓ હંમેશાં
આવા કેસમાં જ હાજર થાય છે.