-ઈઝરાયલે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન ‘નોર્ધન સ્ટાર’ શરૂ કર્યા પછી ઈરાન વીર્ફ્યુ : અમેરિકા પણ ઈઝરાયલના બચાવ માટે તૈયારીમાં
નવી
દિલ્હી, તા. 1 : ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહ પ્રમુખ નસરલ્લાહના ખાત્મો કર્યા બાદ હવે
લેબનોનમાં હિઝબુલ્લાહની છાવણીઓ ઉપર ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે ત્યારે ઈરાને
ઈઝરાયલને નિશાન બનાવીને 100 જેટલી બેલિસ્ટીક મિસાઈલ દાગતા બન્ને દેશ વચ્ચે પૂર્ણ સ્તરનાં
યુદ્ધની અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે. ઈઝરાયલે ઈરાનનાં આ હુમલાને આક્રમણ ગણાવી દીધું છે.
તો અમેરિકાએ પણ ઈઝરાયલના બચાવ માટે તાબડતોબ બેઠકો શરૂ કરી દીધી છે. ઈરાને ઈઝરાયલનાં
ત્રણ એરબેઝ સહિતનાં સ્થાનોને તેલઅવીવમાં નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળે છે. આ સીવાય
જાફામાં આજે જ એક આતંકી હુમલો પણ થયો હતો અને તેમાં આડેધડ ગોળીબારમાં પણ અનેક લોકો
ઘાયલ થયા હતાં.
ઈઝરાયલે
લેબેનોનમાં શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીને ઓપરેશન નોર્ધન સ્ટાર નામ આપવામાં આવ્યું છે.
ઈઝરાયલી સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશનની ઘોષણા કરી દીધી છે. લેબનોની આતંકી સંગઠન સામે આ એક
નવો મોરચો છે. આઇડીએફના કહેવા પ્રમાણે ઈઝરાયલી સરહદ નજીકના હિઝબુલ્લાહની છાવણીઓને નિશાન
બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન એરફોર્સ અને આર્ટિલરી યુન્ટિસ સેનાની મદદ કરી રહી
છે. આઇડીએફએ ઓપરેશન કેટલો સમય ચાલશે તેની જાણકારી નથી આપી પણ કહ્યું છે કે આ ઓપરેશન
માટે મહિનાઓથી તાલિમ ચાલી રહી છે.
ઈઝરાયલી
સેનાના કહેવા પ્રમાણે જે છાવણીઓને નિશાન બનાવવામાં આવીર હી છે તે ઈઝરાયલની સરહદ નજીકનાં
ગામોમાં બની છે. જે ઉત્તરી ઈઝરાયલમાં રહેતા લોકો માટે જોખમી છે. આ હુમલા રાજનીતિક મોહર
લાગ્યા બાદ શરૂ કરવામાં આવ્યા છે અને હિઝબુલ્લાહ સામે નવા સ્તરનું યુદ્ધ ગણાવવામાં
આવ્યું છે. આ પહેલાં અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે ઈઝરાયલે હિઝબુલ્લા સામે એક નાના
સ્તરનો જમીની હુમલો શરૂ કર્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રમુખ મેથ્યુ મિલરે કહ્યું
હતું કે, ઈઝરાયલે અમેરિકાને તમામ બાબતોની સૂચના આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે
કે આ અભિયાન સરહદ નજીક હિઝબુલ્લાહના સંસાધનોને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહ્યું
છે.
ઈઝરાયલે
ગ્રાઉન્ડ ઓપરેશનને નોર્ધન એરો નામ આપ્યું છે. આઇડીએફએ કહ્યું છે કે, આ ઓપરેશન સ્થિતિને
ધ્યાને લઈને શરૂ કરવામાં આવ્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેંટે કહ્યું હતું
કે, લેબનોનની દક્ષિણી સરહદે યુદ્ધનો નવો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારબાદ હવે
ઓપરેશન નોર્ધન એરો શરૂ કરવામાં આવ્યું છે. ઈઝરાયલ તરફથી જમીની ઓપરેશન બાદ હિઝબુલ્લાહે
પણ આક્રમક વલણ અપનાવ્યું છે. હિઝબુલ્લાહના ડેપ્યુટી લીડર શેખ નઇમ કાસિમે કહ્યું હતું
કે, જો ઈઝરાયલ જમીનથી લેબનોનમાં પ્રવેશ કરે તો તેનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર
છે.