જમ્મુ-કાશ્મીર, તા.1: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશના 39.18 લાખથી વધુ મતદારો 415 ઉમેદવારના ભાવિનો નિર્ણય કરશે. આ ઉમેદવારોમાં બે પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફફર બેગનો પણ સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીર
વિધાનસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું.
આ તબક્કામાં સાત જિલ્લાની 40 બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના જણાવ્યા
પ્રમાણે સાંજે 5 વાગ્યા સુધી 65.48 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં
ઉધમપુરમાં સૌથી વધુ 72.91 ટકા મતદાન નોંધાયું હતું.