દહેજ ઉત્પીડન કેસોનું પૂર, આરોપ ખોટાય
હોય : કોર્ટોને આવા કેસોમાં પૂરતી તપાસ કરવા સુપ્રીમનો નિર્દેશ
નવી
દિલ્હી, તા.ર9 : દેશમાં દહેજ ઉત્પીડનના કેસનું જાણે પૂર આવ્યું છે. ઘણાં કેસમાં આરોપ
ખોટા’ય હોવાનું સામે આવે છે જેને પગલે સુપ્રીમ કોર્ટે આવા કેસોમાં કોર્ટોને મહત્ત્વનો
નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ
સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજીવકુમારની ખંડપીઠે કહયું કે અમારું સૂચન છે કે અદાલતોએ
આવા કેસોની પૂરી તપાસ કરવી જોઈએ કારણ કે આવા કેસમાં સમગ્ર પરિવાર ભોગવે છે અને વધારી-ચઢાવીને
લગાવેલા આરોપોને પગલે તેમણે સજા ભોગવવી પડે છે ત્યાં સુધી કે જે આરોપ તેમના પર લગાવાયા
હોય છે તેના પુરાવા પણ હોતા નથી. ર010માં પ્રીતિ ગુપ્તા વિરુદ્ધ ઝારખંડ સરકારના કેસમાં
અમે આવું જ કહ્યું હતું ત્યારે સરકારને અમે કહ્યું હતું કે દહેજ ઉત્પીડન કાયદામાં બદલાવ
કરવામાં આવે કારણ કે યુવતીના પરિવારજનો તરફથી લગાવવામાં આવેલા આરોપોને પગલે પતિ અને
તેના પરિવારે લાંબી કાનૂની પ્રક્રિયા દરમિયાન સજા ભોગવવી પડે છે.
તે
વખતે સુપ્રીમે ટકોર કરી હતી કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કોર્ટોમાં ફરિયાદો
પેન્ડિંગ પડી છે ઉપરાંત સમાજમાં સદ્ભાવ પણ બગડી રહ્યો છે. લોકોની ખુશીઓ છીનવાઈ રહી
છે. એટલે યોગ્ય સમય છે કે કાયદામાં વિચાર કરીને જરૂરી બદલાવ કરવામાં આવે.