ભારે
વરસાદ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટવા મતદાન : પરિણામ જાહેર થવામાં વિલંબ સંભવ : આરંભિક પરિણામમાં
3-3 વોટની બરાબરી
વોશિંગ્ટન,
તા.પ : જગત જમાદાર અમેરિકામાં મંગળવારે ભારે વરસાદ વચ્ચે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા મતદાન
યોજાયુ છે. રિપબ્લિકન ઉમેદવાર-પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનશે
કે ડેમોક્રેટિક ઉમેદવાર-ભારતીય મૂળના કમલા હૈરિસ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બની નવો
ઈતિહાસ આલેખશે ? તેવી અટકળો વચ્ચે કાંટે કી ટક્કર સમાન મુકાબલો છે. ન્યૂ હૈમ્પશાયરના
શરૂઆતના પરિણામમાં બન્ને 3-3 વોટની બરાબરી પર રહયા છે. જો ટાઈ થઈ કે પરિણામ અસ્પષ્ટ
રહ્યું તો સુપ્રીમ કોર્ટ નિર્ણય લઈ શકે છે.
વ્હાઈટ
હાઉસમાં કોણ શાસન કરશે ? જનાદેશની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ર0ર0 ની ચૂંટણીમાં
પરિણામ 4 દિવસ મોડું આવ્યું હતું. આ વખતે પણ આવી સંભાવના નકારાઈ નથી. ચૂંટણી પહેલા
જાહેર થયેલા ઓપિનિયન પોલ એક તરફી નથી અને ભારે રસાકસી જોવા મળી છે. કમલા હૈરિસની જીત
માટે ભારતમાં પૂજા-પાઠ, અનુષ્ઠાન, હવન યોજાયા છે. ટ્રમ્પ એલાન કરી ચૂકયા છે કે જો તેઓ
હારશે તો આ તેમની છેલ્લી ચૂંટણી હશે.
અમેરિકામાં
પ નવેમ્બરથી શરૂ થયેલા મતદાનની કોઈ સમય મર્યાદા નથી. મોટાભાગના રાજયોમાં સવારે 7 વાગ્યાથી
જયારે કયાંક 10 વાગ્યાથી શરૂ થઈ શકે અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ શકે છે. અમુક રાજ્યોમાં
તો રાત્રે 1ર વાગ્યા સુધી પોલિંગ બૂથ ખુલ્લા રાખવામાં આવે છે. કાઉન્ટીઓ અને નગરપાલિકાઓના
આધારે મતદાનનો સમય અલગ અલગ હોઈ શકે છે. પરિણામ જાહેર કરવામાં પણ આવું જ છે. મતદાન પૂર્ણ
થયા બાદ લેટ અર્લી બેલેટ્સ મતદાન પૂર્ણ થયા બાદ ગણતરી થાય છે. તેમાં પણ ઈલેકટોરલ વોટ
વધુ હોય ત્યાં પરિણામ મોડું આવી શકે છે. તાજેતરમચાં આવેલા હેલિન વાવાઝોડાને કારણે ઉત્તર
કૈરોલિનામાં મત ગણતરીમાં મોડું થઈ શકે છે.