• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

બંગલાદેશ હાઈકોર્ટનો ઈસ્કોન ઉપર પ્રતિબંધનો ઈનકાર

અદાલતે કહ્યું, પુરાવા નહીં તો પ્રતિબંધ નહીં,  નક્કર પુરાવા વિના સ્વત: સંજ્ઞાન લઈ શકાય નહીં

ઢાકા, તા. 28 : બંગલાદેશની હાઈકોર્ટે ઈસ્કોનની ગતિવિધીઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે સુઓ મોટો પસાર કરવાનો ઈનકાર કરી દીધો છે. અદાલતે કોઈપણ નક્કોર પુરાવા વિના સ્વત: સંજ્ઞાન લઈ શકાય નહી તેમ કહીને અરજીને  ખારિજ કરી દીધી હતી. આ કદમ સતત વધી રહેલા દબાણ અને દેશભરમાં ફેલાઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લેવામાં આવ્યું છે. વિવાદની શરૂઆત ઈસ્કોન મહંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ બાદ થઈ હતી. તેમની ધરપકડ બાદ બંગલાદેશમાં વિરોધ ફેલાયો હતો અને બાદમાં ઈસ્કોનને પ્રતિબંધિત કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

ઈસ્કોન મહંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમના ઉપર આરોપ હતો કે ચટગાંવની એક રેલી દરમિયાન ચિન્મય કૃષ્ણદાસે દેશવિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. બીજી તરફ ધરપકડ બાદ ઈસ્કોન સમર્થકો અને અલ્પસંખ્યક સમુદાયના લોકોએ દેશવ્યાપી સમર્થન શરૂ કર્યું હતું. આ પ્રદર્શનની આગેવાની ચિન્મયકૃષ્ણના અનુયાયીઓએ કરી હતી.

બંગલાદેશની હાઈકોર્ટમાં ઈસ્કોનને પ્રતિબંધિત કરવાની અને ચટગાંવ તેમજ રંગપુરમાં ઈમર્જન્સી લાગુ કરવા માટે અરજી દાખલ કરવામા આવતા મામલો વધારે ગંભીર બન્યો હતો. બુધવારે થયેલી સુનાવણી એટોર્ની જનરલ કાર્યલયે ઈસ્કોન ઉપર આકરી કાર્યવાહીની માગણી કરી હતી. જો કે અદાલતે અરજી ખારિજ કરી હતી અને કહ્યું હતું કે કોઈપણ નક્કર પુરાવા વિના સ્વત: સંજ્ઞાન લઈ શકાય નહીં.

-------

બંગલાદેશમાં ઈસ્કોને ચિન્મય પ્રભુ સાથે છેડો ફાડયો

ઢાકા, તા. 28 : ઈસ્કોન બંગલાદેશના મહાસંિચવ ચારુ ચંદ્ર દાસે કહ્યું છે કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણદાસના કોઈપણ નિવેદન કે ગતિવિધિની જવાબદારી લેતું નથી. તેમણે ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ચિન્મય પ્રભુને ઈસ્કોનમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિવાદ વકર્યો છે. દાસની સોમવારે ચટગાંવમાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ ધરપકડ કરવામાં આવી હતી અને દેશદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ ધરપકડ બાદ ઈસ્કોન સમર્થકો અને અલ્પસંખ્યક સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024