• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

GDPમાં ઝટકો : બે વર્ષનાં નીચલા સ્તરે બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિદર ઘટીને 5.4 ટકા

નવીદિલ્હી, તા.29: આર્થિક મોરચે ભારતને જોરદાર ઝટકો લાગ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનાં જુલાઈ-સપ્ટેમ્બરનાં બીજા ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનાં સુસ્ત પ્રદર્શનનાં કારણે આર્થિક વૃદ્ધિનો દર-જીડીપી ઘટીને બે વર્ષનાં નીચલા સ્તરે 5.4 ટકાનાં દરે પહોંચી ગયો છે.  ગત નાણાકીય વર્ષ 2023-24નાં બીજા ત્રિમાસિક સમયગાળામાં ભારતનો જીડીપી 8.1 ટકા હતો.

જ્યારે ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિક અવધિમાં જીડીપી 6.7 ટકા હતો. અર્થતંત્રનાં નિષ્ણાતો દ્વારા ચાલુ વર્ષમાં આર્થિક વૃદ્ધિમાં નરમાશનો અંદાજ તો લગાડવામાં આવ્યો હતો પણ બીજા ત્રિમાસિકમાં આવેલો ઘટાડો આંચકાજનક છે.

રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર કૃષિ ક્ષેત્રે 2024-2પનાં જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં 3.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જે એક વર્ષ અગાઉ આ અવધિમાં 1.7 ટકા હતી. વીતેલા ત્રિમાસિકમાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનો વૃદ્ધિદર ઘટીને 2.2 ટકા ઉપર આવી ગયો છે. જ્યારે એક વર્ષ પહેલા આ સમયે તે 14.3 ટકા હતો.  બીજા ત્રિમાસિકનાં જીડીપીનાં આંકડાઓ સાથે ચાલુ નાણાકીય વર્ષનો અર્ધ વાર્ષિક જીડીપી દર છ ટકાએ આવી ગયો છે. અગાઉનાં નાણાકીય વર્ષમાં તે પહેલા છ માસમાં 8.2 ટકાનાં ઉંચા દરે હતો.

 કેન્દ્રીય રાજકોષીય ખાધ વર્ષ 2024-25નાં પહેલા સાત માસમાં આખા વર્ષનાં 46.5 ટકાનાં લક્ષ્યે પહોંચી ગઈ છે. સીજીએનાં આંકડા અનુસાર એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રાજકોષીય ખાધ 750824 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2023-24નાં આ  ગાળામાં ખાધ બજેટ અનુમાનનાં 45 ટકા જેટલી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024