કલેક્ટરે
યોજી પત્રકાર પરિષદ : ગાદીના ગજગ્રાહમાં સરકારનો અંતે નિર્ણય : તટસ્થ તપાસ કરાશે :
કલેક્ટર
જૂનાગઢ,
તા.29: ગિરનાર શક્તિપીઠ અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ આ ગાદી માટે ભવનાથના
મહંત હરિગીરીજી અને ભૂતનાથના મહંત મહેશગીરી વચ્ચે ગજગ્રાહ વર્ક્યો હતો અને નાણા વેર્યાના
આક્ષેપ વચ્ચે આજે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરીષદ બોલાવી અંબાજી મંદિર, દત્ત શિખર અને
ભીડભંજન જગ્યામાં શહેરી મામલતદારને વહીવટદાર તરીકે નિમણુંકની જાહેરાત કરી હતી.
જિલ્લા
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ અંબાજી સહિત ત્રણેય જગ્યાના મહંત તનસુખગીરીના ગુરુએ બિલ
કરેલ તે આધારે 1983માં મહંત તરીકે વરણી કરવામાં આવી હતી પરંતુ તનસુખગીરી દેવલોક પામતા
ગાદીનો વિવાદ શરૂ થયો હતો. રાજ્ય સરકારે આ સંતોના વિવાદની ગંભીરતા લઈ મામલો થાળે પાડવા
નવા મહંતની નિમણૂક ન થાય ત્યાં સુધી શહેરી મામલતદારને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં
આવી છે.
તેમણે
ઉમેર્યું કે, ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરીના મહંત તરીકે જે ઓર્ડર થયેલો છે તેમાં
શરતોનું પાલન યોગ્ય રીત થાય છે કે કેમ? તેની તાબાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી
છે. તપાસ રિપોર્ટ બાદ નિર્ણય કરાશે. તત્કાલીન કલેક્ટર દ્વારા મહંત હરિગીરીની મુદત પૂર્ણ
થયા પૂર્વે ચાર માસ અગાઉ ઓર્ડર કરી તા.31-7-2025 સુધીની મુદત લંબાવાઈ તેવા પ્રશ્નના
જવાબમાં જિલ્લા કલેક્ટરે ગોળગોળ જવાબ આપ્યો હતો. તપાસ તટસ્થ રીતે કરાશે તેમ જણાવ્યું
હતું. જ્યારે ભવનાથના મહંત બનવા માટે આઠ કરોડ
વેર્યા તેમાં ભાજપ, ઉચ્ચ અધિકારીઓ, સંતો-મહંતોના ઉલ્લેખવાળા અખાડાના લેટર મુદે જિલ્લા
કલેક્ટરે જણાવ્યું કે, આ પત્રનું ઉદભવ સ્થાન સહિતની તપાસ થઈ રહી છે. આ પત્ર 2021નો
હોવાથી ઉદભવ સ્થાન, હેતુ સહિતની તટસ્થ તપાસ કરાશે. જરૂર જણાયે એફ.એસ.એલની મદદ લેવાશે.
આ પત્ર
કચેરીના રેકર્ડ ઉપરથી મળ્યો છે. તેમાં કચેરીનો ઈન્વર્ડ નંબર, તારીખ સહિત છે તેમ છતાં
ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આ મુદ્દે ગંભીર છે. મહંત મહેશગીરીના આક્ષેપોથી
ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ કથિત
પત્ર સાચો ઠર્યે શું પગલા લેવાશે? તેના જવાબમાં જિલ્લા કલેક્ટરે તપાસનો વિષય આગળ ધરી
કોઈ ચોખવટ કરી શક્યા ન હતા પણ પોલીસવડા અખાડાના લેટરના ઉદ્ભવ સ્થાનની તપાસ કરી રહ્યાનું
જણાવ્યું હતું. મંદિર વિવાદ મામલે સરકાર ગંભીરતાથી જુએ છે.
આ મહંતનો
ગાદીના ગજગ્રાહ વધુ ઉગ્ર બને તે પહેલા રાજ્ય સરકારે શાણપણ વાપરી, જિલ્લા કલેક્ટરને
ગાંધીનગર બોલાવી મામલાને હાલ તુર્ત શાંત પાડવા આ ત્રણેય જગ્યા સરકાર હસ્તક લેવાનો નિર્ણય
કરતા આજે જિલ્લા કલેક્ટરે શહેરી મામલતદારને સત્તાવાર વહીવટ કરતા તરીકે નિમણૂકની જાહેરાત
કરતા વિવાદ હાલ શાંત થઈ રહ્યાનું જણાય છે.
----------
ફૂલછાબે
વ્યક્ત કરેલી શક્યતા સાચી ઠરી
ગિરનાર
પરના શક્તિપીઠ અંબાજી મંદિરની ગાદીનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે અને મંદિરનો કબજો
સરકાર સંભાળે તેવી શક્યતા સૌથી પહેલા ફૂલછાબે વ્યક્ત કરી હતી. જે સાચી ઠરી હતી અને
આજે જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડ ભંજન જગ્યામાં
વહીવટદારની નિમણૂકની જાહેરાત કરી હતી. બીજી તરફ ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરીના
મહંત તરીકે જે ઓર્ડર થયેલા છે તેમાં શરતોનું પાલન થયું છે કે કેમ? તેની અધિકારીઓને
તપાસ સોંપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.