આજે
આંદોલન પર ચર્ચા કરાશે : શંભુ સીમા ખોલવાની માંગ સુપ્રીમે ફગાવી
પટિયાલા,
તા. 9 : સુપ્રીમ કોર્ટે સોમવારે દેખાવોનાં કારણે બંધ કરી દેવાયેલી શંભુ સીમા ખોલવા
માટેની અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ પોલીસ-પ્રશાસન સામે ઝૂક્યા હોય તેમ કિસાનોએ તેમનું
‘િદલ્હી ચલો’ આંદોલન બેમુદત માટે સ્થગિત કર્યું હતું. આમ આવતીકાલે મંગળવારે કિસાનો
દિલ્હી કૂચ કરશેનહીં, કિસાન નેતા સરવણસિંહ પંધેરે જણાવ્યું હતું કે, અમે કાલે આંદોલન
માટેની રણનીતિ ઘડશું.
કિસાનો
ભાગવાના નથી, તેવો હુંકાર પણ દિલ્હી તરફથી કૂચને હાલ તુરત મોકૂફ રાખતાં તેમણે કર્યો
હતો.
બીજી
તરફ, ખનૌરી સીમા પર કાલે મંગળવારે ભૂખ હડતાળ કરવાનું મોટું એલાન પણ કરાયું હતું. આ
પ્રકારના મામલા પહેલાંથી કોર્ટમાં ચાલી રહ્યા છે, તો પછી વારંવાર શા માટે આવા પ્રકારની
અરજીઓ કરાય છે, તેવો સવાલ સુપ્રીમે કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, અહીં
કોઈ વ્યક્તિ માત્ર લોકોને બતાવવા માટે અને પ્રચાર કવરા માટે આવી અરજી લાવી છે, તેવું
લાગે છે. અગાઉથી જ ચાલી રહેલી અરજીમાં સહયોગ કરવા માગો છો, તો સ્વાગત છે.
જાલંધરના
રહેવાસી ગૌરવ લુથરાએ અરજી કરતાં માંગ કરી હતી કે, કેન્દ્રની સાથે પંજાબ અને હરિયાણાની
સરકારોને શંભુ સીમા સહિત તમામ ધોરીમાર્ગો ખોલવાનો આદેશ આપો.