• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

ટ્રમ્પને હશ મની કેસમાં બિનશરતી મુક્તિની સજા !

અમેરિકાનાં ઈતિહાસમાં પહેલા એવા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા જે અપરાધિક કેસમાં દોષી ઠર્યા પછી સજા પણ જાહેર થઈ: રાષ્ટ્રપતિ પદે શપથમાં કોઈ અડચણ નહીં આવે

વોશિંગ્ટન,તા.10: અમેરિકાનાં નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં ઈતિહાસમાં પહેલા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જે કોઈ અપરાધમાં દોષિત ઠર્યા પછી સજા પણ થઈ હોય. એક પોર્ન સ્ટારને નાણા આપીને ચુપ કરાવવાનાં હશમની કેસમાં ટ્રમ્પને 34 આરોપોમાં દોષી ઠરાવવા સાથે બિનશરતી સજામુક્તિ પણ આપી દીધી હતી. ગત વર્ષે મે માસમાં મેનહટનની અદાલતે ટ્રમ્પને દોષિત ઘોષિત કર્યા હતાં અને ટ્રમ્પ અમેરિકાનાં ઈતિહાસમાં અપરાધિક કેસમાં દોષિત પુરવાર થયેલા પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા હતાં. આજે આ કેસમાં સજાનાં ફરમાનમાં ટ્રમ્પ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી અદાલતમાં પેશ થયા હતાં અને તેમને સજામાં  બિનશરતી છૂટકારો આપી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પનાં શપથગ્રહણનાં 10 દિવસ પહેલા જ તેમને આજે સજા જાહેર કરવામાં આવી છે. ટ્રમ્પે પોતાની સામે સજાનાં ફરમાનને અટકાવવા માટે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરેલી પણ તે ફગાવી દેવાઈ હતી.

જો કે ટ્રમ્પને આજે સજામાં બિનશરતી મુક્તિ આપી દેવામાં આવી છે એટલે તેમને કોઈ દંડ કે જેલની સજાનો સામનો કરવામાંથી રાહત મળી ગઈ છે. ટ્રમ્પે સુનાવણી દરમિયાન કહેલું કે, આ ખુબ જ ભયાનક અનુભવ રહ્યો છે અને તેમને લાગે છે કે, ન્યૂયોર્ક અને ન્યૂયોર્કની અદાલત પ્રણાલી માટે આ કેસ અને ચુકાદો એક ઝટકા સમાન છે. આ કેસ ફક્ત મને ચૂંટણી જીતતા રોકવા માટે કરાયો હતો.

આ પહેલા જ સુનાવણી કરતાં જજ જુઆન મર્ચેને સ્પષ્ટ ઈશારો આપી દીધો હતો કે તેઓ આ કેસમાં જેલની સજા સંભળાવશે નહીં પણ સજા વિના કેસ ખતમ પણ નહીં જ કરે. ટ્રમ્પ પાસે આ બિનશરતી મુક્તિની સજા સામે પણ અપીલ કરવાનો વિકલ્પ છે. આ સજાથી રાષ્ટ્રપતિ પદે તેમનાં શપથમાં પણ કોઈ અડચણ ઉભી થાય તેમ નથી. તેઓ 20મી જાન્યુઆરીએ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ શપથ લઈ શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025