પરેશ
ધાનાણીના વધુ 24 કલાકના ધરણા
અમરેલી,
તા.10: અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરકાંડમાં રાજ કારણ ગરમાયું હતું. નારી
સ્વાભિમાનના બેનર તળે કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોકમાં ધરણા યોજવામાં આવ્યા હતા. પરેશ
ધાનાણીએ વધુ ચોવીસ કલાકના ધરણા યોજવા સાથે આવતી કાલે સવારે અડધો દિવસ અમરેલી શહેર બંધ
રાખવાની જાહેરાત કરી હતી પરંતુ આજના ધરણા છાવણીમાં હું તું ને રતનિયો જેવી સ્થિતિ જોવા
મળી હતી.
પ્રાપ્ત
વિગતો મુજબ અમરેલીમાં બોગસ લેટરકાંડ મુદ્દે પાયલ ગોટી નામની યુવતીની પોલીસે અડધી રાતે
ધરપકડ કરવાની ઘટના અંગે કોંગ્રેસના પરેશ ધાનાણીએ ગઇ કાલથી ચોવીસ કલાકના અનસન કર્યા
હતા. જેની માગણી મુજબ પાટીદાર દીકરીને પટ્ટા મારનાર પોલીસના પટ્ટા ઉતારવાની માગ કરવામાં
આવી હતી. ભોગ બનનારી યુવતીના માન સન્માનને સરા જાહેર અપમાનિત કરનારા સામે કોઇ પગલા
ભરવામાં ન આવતા પરેશ ધાનાણી દ્વારા તાલુકા તેમજ ગામડે નારી સન્માન અભિયાન છેડવાની જાહેરાત
કરવામાં આવી હતી અને વધુ ચોવીસ કલાકના અનસન કરવાની સાથે આવતી કાલે બપોર સુધી અમરેલી
શહેર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.