રાજકોટ,
તા.10 : યૌન શોષણના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેના પૂર્વ સાધકની
ર014ની સાલમાં પેડક રોડ પર હોસ્પિટલમાં ફાયરિંગ કરી હત્યા કરવાના ગુનામાં સડોવાયેલા
અને 10વર્ષથી ફરાર મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદ મોઢેરા આશ્રમના હત્યારા સેવકને ક્રાઈમ
બ્રાંચે કર્ણાટકથી ઝડપી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, યોન શોષણના ગુનામાં જેલમાં રહેલા આસારામ સામે પડેલા તેના પૂર્વ સાધક
અમૃત પ્રજાપતિ વૈધ ગત તા.ર3/પ/ર014ની સાલમાં સંતકબીર રોડ વિસ્તારના પેડક રોડ પર આવેલી
ઓમ શાંતી આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવ્યા હતા ત્યારે બપોરના સમયે
રાજુ નામનો શખસ દર્દીના સ્વાંગમાં હોસ્પિટલમાં આવ્યો હતો અને અમૃત પ્રજાપતિ ઉપર પોઈન્ટ
બ્લેન્ક રેંજથી ફાયરિંગ કર્યું હતું અને અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર
ઈજા પહોંચી હતી અને હત્યારો શખસ ફરાર થઈ ગયો હતો ત્યારે હત્યારા શખસની બે પિસ્તોલ,
એક મેગેઝિન અને 10 કાર્ટિસ પડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા અમૃત પ્રજાપતિને રાજકોટ
બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનું મૃત્યુ નિપજતા
બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં
પોલીસે ગંભીર રીતે ઘવાયેલા અમૃત પ્રજાપતિનું ડી.ડી.લીધું હતું ત્યારે છ શખસના નામ લખાવ્યા
હતા. જેમાં બરોડા આશ્રમના મેઘજી પટેલ, ઈડરના કે.ડી.ઉર્ફે કાંતીલાલ ડી.પટેલ, સુરતના
વિકાસ કૈલાશચંદ્ર ખેમકા, મૂળ
ડીસાના
અને હાલમાં મોઢેરા આશ્રમના રામચંદ્ર ચંદીરામ ઠક્કર, ઈન્દોરના અજય રસિકલાલશાહ, મહારાષ્ટ્રના
કૌશિક પોપટના નામ આપ્યા હતા. બાદમાં પોલીસે કાર્તિક નામના શખસની ધરપકડ કરી હતી અને
પોલીસ તપાસમાં કિશોર સહિતના પાંચ શખસના નામ ખુલ્યા હતા. આ સમગ્ર પ્રકરણની તપાસ સીઆઈડી
ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે.
દરમિયાન
અમૃત પ્રજાપતિની હત્યાના ગુનામાં 10 વર્ષથી ફરાર મોઢેરાના આશારામના આશ્રમમાં સેવક તરીકે
કામ કરતો અને મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના વીડીધરફુલ ગામનો કિશોર બાલકૃષ્ણ બોડકે નામનો
હત્યારો કર્ણાટકમાં હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચનો કાફલો પહોંચ્યો હતો અને કર્ણાટકમાં
કાલા બુગડી ખાતે આવેલા આશારામના આશ્રમમાંથી કિશોર બાલકૃષ્ણ બોડકેને ઝડપી લીધો હતો.
પોલીસે વધુ તપાસ અથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી અન્ય સાગરીતોની માહિતી એકત્રિત
કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.